Home /News /north-gujarat /

વિસનગર ટ્રિપલ હત્યા કેસનાં આરોપીની ફાંસીની સજા કોર્ટે કરી રદ, ફરી ચલાવશે ટ્રાયલ

વિસનગર ટ્રિપલ હત્યા કેસનાં આરોપીની ફાંસીની સજા કોર્ટે કરી રદ, ફરી ચલાવશે ટ્રાયલ

પ્રતિકાત્મક તસવીર

કોર્ટે કહ્યું આરોપી માનસિક રીતે પોતાનો બચાવ કરવામાં સક્ષમ નથી તે સંજોગોમાં કેસને ફરીથી ટ્રાયલ કરવાનો હુકમ આપ્યો છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: વિસનગર ટ્રિપલ હત્યા કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપીની ફાંસીની સજા રદ કરીને હાઇકોર્ટે કેસની ટ્રાયલ ફરી ચલાવવા હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું આરોપી માનસિક રીતે પોતાનો બચાવ કરવામાં સક્ષમ નથી તે સંજોગોમાં કેસને ફરીથી ટ્રાયલ કરવાનો હુકમ આપ્યો છે. આરોપીને માનસિક બીમારી બાયપોલર ડિસઓર્ડર છે.

    જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ એ.સી. રાવે કહ્યું હતું કે, કોર્ટની ભૂલને કારણે કોઇને સહન કરવાનું ન આવવું જોઇએ તે ન્યાયના મૂળભૂત પાયાની વાત છે. હત્યા કેસમાં આરોપી પ્રાથમિક દ્રષ્ટિએ બાયપોલર ડિસઓર્ડરનો શિકાર હોવાનું જણાય છે. જે ગંભીર માનસિક બીમારી છે. તેને મેનિક ડિપ્રેસિવ બીમારીનો શિકાર પણ કહી શકાય. કોર્ટે તે પણ કહ્યું કે, બંધારણમાં સ્પષ્ટ છે કે, કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા સિવાય કોઇ વ્યક્તિની જિંદગી લઇ શકાય નહીં. ભલે બચાવપક્ષે આરોપીની માનસિક સ્થિતિ બાબતે રજૂઆતમાં ક્યાંય કંઇ કહ્યું ન હોય તો પણ જ્યારે રેકર્ડ પર આ બાબત આવે ત્યારે ટ્રાયલ કોર્ટે તે ધ્યાને લેવું જોઇએ.

    શહેરમાં આવેલી મેન્ટલ હેલ્થ હોસ્પિટલનાં તબીબ પ્રમાણે આરોપીને અત્યારે દવા આપવામાં આવે છે. કોઇપણ કેસમાં મેજિસ્ટ્રેટ અથવા કોર્ટને લાગે કે આરોપી માનસિક રીતે સ્વસ્થ નથી અને તે પોતાનો બચાવ કરવા અક્ષમ છે, ત્યારે તેની તપાસ કરાવવી પડે. જો તે આરોપીના રિપોર્ટમાં એ હકીકત સામે આવે ત્યારે તેમણે કેસના પ્રોસિડિંગ મુલતવી રાખવી જોઇએ.

    શું થાય છે આ બીમારીમાં?
    બાયપોલર ડિસઓર્ડરથી પીડાતી વ્યક્તિનો મૂડ વારંવાર બદલાતો રહે છે. ક્યારેક તે ખૂબજ ઉદાસ અને ઓછો એક્ટિવ લાગે, તે ડિપ્રેશન જેવું છે. આવા લોકો ક્યારેક પોતાના લોકો પર પણ હુમલો કરે અથવા આત્મહત્યા પણ કરી લે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Visnagar, ગુજરાત, હત્યા, હાઇકોર્ટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन