Home /News /north-gujarat /

રાજ્યમાં કાળઝાળ ગરમી પડતાં શાકભાજીના ભાવમાં ઉછાળો

રાજ્યમાં કાળઝાળ ગરમી પડતાં શાકભાજીના ભાવમાં ઉછાળો

રાજ્યમાં કાળઝાળ ગરમી પડતાં શાકભાજીના ભાવમાં ઉછાળો

ગરમીનો પારો ઊંચો જતાં સામાન્ય જનજીવન તો પ્રભાવિત થયું જ છે, સાથે-સાથે ગૃહિણીનું બજેટ પણ આ ગરમીમાં ખોરવાયું છે

    કેતન પટેલ, મહેસાણા: રાજ્યમાં ગરમીની શરૂઆત થતાંની સાથે જ શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા જે શાકભાજી 20થી 30 રૂપિયે 500 ગ્રામ મળતી હતી, જે આજે ગરમીના કારણે 50 રૂપિયામાં પણ મળતી નથી. જેથી હાલ તો ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.

    ગરમીનો પારો ઊંચો જતાં સામાન્ય જનજીવન તો પ્રભાવિત થયું જ છે, સાથે-સાથે ગૃહિણીનું બજેટ પણ આ ગરમીમાં ખોરવાયું છે. કેમ કે આ ગરમીના કારણે હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જે શાકભાજી આજથી એક મહિના પહેલા 20 રૂપિયે 500 ગ્રામ મળતા હતા જે આજે 50 રૂપિયે વેચાઈ રહ્યા છે. એમાં પણ શિયાળામાં જે ક્વોલિટી મળતી હતી તે ક્વોલિટી હાલ બજારમાં વઘુ પૈસા આપતાં પણ મળતી નથી. જેથી ગૃહિણીઓને ડબલ પૈસા આપવા છતાં પણ સારી ક્વોલિટી નથી મળી રહી.

    ગૃહિણીઓ તો શાકભાજીના ભાવ વઘતા પરેશાન છે. સાથે-સાથે જે લોકો હોલ સેલ પાસેથી શાકભાજી લઈને શેરીએ શેરીએ માલ વેચે છે એ પણ આ ભાવ વધારાથી પરેશાન છે. તેઓ સવારથી માલ ખરીદે છે પણ શાકભાજી મોંઘા થતાં હાલ તેમના વેચાણમાં ઘણો ધટાડો જોવા મળી રહ્યો છે. તેવામાં પડ્યા પર પાડું જેવી સ્થિતિ એ થાય છે કે આ ગરમીમાં યોગ્ય સાચવણી માટે જગ્યા ન હોવાથી સવારની શાકભાજી સાંજ થતાં થતાં બગડી જાય છે.

    આ પણ વાંચો: સાબરકાંઠા: સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકો ખુશખુશાલ

    ગરમીને કારણે હાલ ગૃહિણી પરેશાન છે ત્યારે તેઓ હાલ કઠોર દાળ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી તેમજ પહેલા જે એક કિલો શાકભાજી લેતાં હતાં તેના બદલે 500 ગ્રામ લઈને પોતાના બજેટને સેટ કરતાં હોય છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Increase, Summer, Vegetable prices

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन