Home /News /north-gujarat /ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં નોંધાશે ત્રણ વિશ્વ રેકોર્ડ

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં નોંધાશે ત્રણ વિશ્વ રેકોર્ડ

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ

ભાવિકોને પ્રસાદ સ્વરૂપે આપવા માટે 15 લાખ લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે

ઊંઝા ઉમિયાધામના લક્ષચંડી મહાયજ્ઞ ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જવા જઇ રહ્યું છે. 18 ડીએમ્બર થી 22 ડિસેમ્બર દરમ્યાન ઊંઝા ખાતે થનાર આ મહાયજ્ઞમાં 15 લાખ લાડુ, એક સેકન્ડમાં 8 શ્રદ્ધાળુઓના દર્શન અને 15 હજાર જુદા જુદા વૃક્ષોના બિઝ રોપણી સાથે આ વિશ્વ રેકોર્ડ નોંધવામાં આવશે.

ઊંઝા ઉમિયાધામ ખાતે લક્ષચંડી મહાયજ્ઞની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 18 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર દરમ્યાન આ લક્ષચંડી મહાયજ્ઞમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલા પાટીદાર સમાજના ભાવિકો સામેલ થવાના છે. ત્યારે ઊંઝા ઉમિયાધામએ આ મહાયજ્ઞના માધ્યમથી ત્રણ વિશ્વ રેકોર્ડ નોંધવા જઈ રહ્યા છે.

જો આ વિશ્વ રેકોર્ડની વાત કરવામાં આવે તો પાંચ દિવસ ભાવિકોને પ્રસાદ સ્વરૂપે આપવા માટે 15 લાખ લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી પાટીદર સમાજની મહિલા સેવીકાઓ દ્વારા આ 15 લાખ લાડુઓ તૈયાર કરવામાં આવી રહ્યા. જ્યારે બીજો વિશ્વ રેકોર્ડ એ મહાયજ્ઞની શરૂઆત ના પહેલા દિવસે હવામાં છોડવામાં આવનાર બલૂનમાં 15 હજાર જુદા જુદા વૃક્ષોના બીઝ મૂકી મંદિર પરિસર ના આસપાસના વિસ્તરમાં આ બિઝ રોપણી કરવામાં આવશે. જેનો મૂળ ઉદેશ્ય એ પ્રકૃતિને બચવાનો છે. જ્યારે ત્રીજો વિશ્વ રેકોર્ડમાં મા ઉમિયાના દર્શન માટેનો નોંધવાનો છે.

આ પાંચ દિવસ દરમ્યાન રોજના 5 લાખથી વધુ દર્શનર્થીઓ દર્શન કરી શકે તે માટે એક સેકન્ડમાં 8 શ્રદ્ધાળુઓ મંદિરમાં માતાજીના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવામાં આવી છે. દર્શનાર્થીઓ શાંતિપૂર્ણ રીતે માતા ના દરબારમાં માથું ટેકવી શકે તે માટે મંદિરથી એક કિલોમીટર દૂરથી દર્શન માટેની આઠ લાઇન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આઠ લાઈનો સીધી જ મંદિરમાં જઈ અને એક સેકન્ડમાં 8 ભાવિકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ આ ધાર્મિક ઉત્સવની સાથે સાથે ઊંઝા ઉમિયાધામે ત્રણ વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહ્યું છે. એટલે કે અસ્થાની સાથે સાથે ગુડ મેનેજમેન્ટના પણ દર્શન આ મહાયજ્ઞના માધ્યમથી જોવા મળશે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો