ઉંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલ કોરોના સામે જંગ હાર્યા, દોઢ મહિનાથી ચાલતી હતી સારવાર

News18 Gujarati
Updated: September 20, 2020, 8:41 AM IST
ઉંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલ કોરોના સામે જંગ હાર્યા, દોઢ મહિનાથી ચાલતી હતી સારવાર
મોડી રાત્રે તબિયત લથડતા રાત્રે 2 વાગે નિધન થયું છે

મોડી રાત્રે તબિયત લથડતા રાત્રે 2 વાગે નિધન થયું છે

  • Share this:
રાજ્યમાં કોરોના વાયરસનો (Coronavirus) કહેર વધી રહ્યો છે. ઉંઝાનાં એપીએમસીનાં (APMC) વાઇસ ચેરમેન શિવમ રાવલના (Shivam Raval) નિધનના સમાચાર મળી રહ્યાં છે. તેઓ દોઢ મહિનાથી કોરોના વાયરસનાં સંક્રમણની સારવાર લઇ રહ્યાં હતાં. તેમની સારવાર અમદાવાદ (Ahmedabad) સ્ટર્લિંગ હૉસ્પિટલમાં ચાલી રહી હતી.

ઉંઝા apmcના વાઇસ ચેરમેન શિવમ રાવલનું કોરોના સામે જંગ હારી જતા નિધન થયું છે. અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી તેમની સારવાર ચાલતી હતી. તેમના લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે એર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી દેવાઈ હતી. પરંતુ મોડી રાત્રે તબિયત લથડતા રાત્રે 2 વાગે નિધન થયું છે. ઉંઝા APMCના ચેરમેન અને ધારાસભ્યો તેમનાસતત સંપર્કમાં હતા. અને સારામાં સારી સારવાર મળે તે માટે પ્રયાસો ચાલી રહ્યાં હતાં.

અમિત શાહ સાથે શિવમ રાવલની ફાઇલ તસવીર


6 વર્ષનું બાળક સંક્રમિત

નોંધનીય છે કે, જિલ્લામાં શનિવારે સતત ચોથા દિવસે 30થી વધુ 36 કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા. મહેસાણા શહેરમાં 10 સહિત તાલુકામાં 16, વિસનગરમાં 8, વડનગરમાં 5, ઊંઝામાં 4, બહુચરાજીમાં 2 અને કડીમાં 1 કેસ આવતાં તમામ સંક્રમિતો આઇસોલેટ કરાયા છે. 2 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. હાલમાં 405 દર્દીઓ સારવાર હેઠળ છે. તો 121 દર્દીઓના સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ છે. મહેસાણામાં એસટી વર્કશોપ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા 6 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બહુચરાજીમાં ડેડાણા રોડ પર ગોકુલધામ સોસાયટીમાં 60 વર્ષનું દંપતી કોરોના સંક્રમિત બન્યું છે.

ઉત્તર ગુજરાતમાં કોરોનાના નવા 104 કેસઉત્તર ગુજરાતમાં કોરોનાના નવા 104 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 45, મહેસાણામાં 36, પાટણમાં 22 અને સાબરકાંઠામાં 11 કેસનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યની વાત કરીએ તો, કોરોના વાયરસના ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. શનિવારે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં કોરોના વાયરસના 1432 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1470 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીઓના મોત થયા છે.

આ પણ જુઓ - 

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3305 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 281 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 121930 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,054 છે. આજે રાજ્યમાં કુલ 61,432 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 84.12 ટકા છે.

આ પણ વાંચો - અમદાવાદ : મામીના ભાઇ સાથે સેલ્ફી પડાવી પડી ભારે, યુવકે સોશિયલ મીડિયામાં મૂકી આપી ધમકી
Published by: Kaushal Pancholi
First published: September 20, 2020, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading