મહેસાણા: ઠાકોર સેનામાં બે ફાંટિયા, બની નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના

નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના નવું આંદોલન ચલાવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. નવી સેના નવું ગ્રુપ બનાવશે.

News18 Gujarati
Updated: June 16, 2019, 8:43 PM IST
મહેસાણા: ઠાકોર સેનામાં બે ફાંટિયા, બની નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના
નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના
News18 Gujarati
Updated: June 16, 2019, 8:43 PM IST
મહેસાણા ઠાકોર સેનામાં ભંગાણ બાદ બે ફાટિયા પડી ગયા ઓછે. મહેસામામાં હવે નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના બનાવવામાં આવી છે. જેના પ્રમુખ હવે મહેસાણાના રામજી ઠાકોરને બનાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણાના સોમનાથ મંદિરમાં ઠાકોર સમાજના આગેવાનોની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના બનાવવામાં આવી છે. અને આ ઠાકોર સેનાના પ્રમુખ મહેસાણાના રામજી ઠાકોરને બનાવવામાં આવ્યા છે.

નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના નવું આંદોલન ચલાવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. નવી સેના નવું ગ્રુપ બનાવશે. અને ઠાકોર સમાજના વિકાસ માટે કામ કરશે.

નવા રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેનાની મીટિંગમાં ઠાકોર સમાજના વિકાસને લઈ કેટલાક મુદ્દા પર સરકાર સમક્ષ કેટલીક માંગ કરવાનો નિર્ણય પમ લેવામાં આવ્યો. જેમાં ઠાકોર સમાજને 15 ટકા અનામત આપવામાં આવે. ઠાકોર સમાજના નિગમને વર્ષે 2 કરોડને બદલે 2 હજાર કરોડ ફાળવવામાં આવે તથા ઠાકોર સમાજ ની વિધવા ગરીબ બહેનો માટે 5 હજાર નું પેશન આપવામાં આવે તેવી માંગોને લઈ સરકાર સામે રણશીંગુ ફૂંકવામાં આવશે.
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...