ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ છાસવાર બનતી રહે છે. આવી ઘટનાઓનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જતો હોય એવું લગી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યાની ઘટના અને નોકરીની લાલચ આપીને દુષ્કર્મનો પ્રયત્ન કરવાની ઘટના બની છે. વડનગર અને વિસનગરની આ બંને ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનોં નોંધીને આગળી કાર્યવાહી હાથધરી છે.
વિસનગરઃ યુવતીનું અપહરણ કરી મુંબઇ લઇ જઇ સતત ત્રણ માસ સુધી આચર્યું દુષ્કર્મ
મળતી માહિતી પ્રમાણે આશરે ત્રણ મહિના પહેલા મેહસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામના બસ સ્ટેડ ઉપરથી એક યુવતીનું ચાર યુવકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. યુવતીનું અપહરણ કરીને આ ચારે યુવકો યુવતીને મુંબઇ લઇ ગયા હતા. મુંબઇના ખાર વિસ્તારમાં યુવતીને ત્રણ મહિના સુધી ગોંધી રાખી હતી. જ્યાં યુવતી સાથે સતત ત્રણ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું.
યુવકોની ચંગુલમાંથી છૂટેલી યુવતીએ ગોઠવા ગામના ચાર યુવકો સામે અપહણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ચાર યુવકો સામે ગુનોં નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
વડનગરઃ યુવતીને નોકરીની લાલચ આપીને કર્યો દુષ્કર્મનો પ્રયાસ
સુત્રોના જણાવ્યા પ્રમાણે વડનગરમાં નોકરીને લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન થયાની ઘટના બની છે. વડનગરની યુવતીને પિલુદરા ગામના યુવકે નોકરીની લાલચ આપીને છેડતી કરીને દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો.
જેના પગલે યુવતીએ ભુવાજી વિષ્ણુભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.