Home /News /north-gujarat /

મહેસાણા : 20 દિવસ પછી લગ્ન હતા અને યુવાન ત્રણ સંતાનની માતા સાથે ભાગી ગયો

મહેસાણા : 20 દિવસ પછી લગ્ન હતા અને યુવાન ત્રણ સંતાનની માતા સાથે ભાગી ગયો

પ્રતિકાત્મક તસવીર

આ ઘટના આખા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે

    મહેસાણા : હાલ છોકરા છોકરીઓ વચ્ચેનાં અનેક પ્રેમ પ્રકરણોમાં છેતરપિંડી સામે આવે છે. ત્યારે મહેસાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 20 વર્ષનાં યુવાનનાં 21 દિવસ પછી લગ્ન થવાનું હતું ત્યારે તે પહેલા જ યુવાન પાડોશમાં રહેતી પરિણીતા અને ત્રણ સંતાનની માતા સાથે ભાગી ગયો છે. આ ઘટના આખા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે, મહેસાણાનાં યુવાનાં આગામી 20 માર્ચનાં રોજ લગ્ન નિર્ધાયા હતાં. એકબાજુ પરિવાર યુવાનનાં લગ્નની કંકોત્રી વહેંચી રહ્યાં હતાં. તો બીજી બાજુ આ યુવાન પાડોશમાં રહેતી ત્રણ સંતાનની માતા સાથે ભાગી ગયાનાં સમાચાર વહેતા થયા હતાં. આ ઘટનાને પગલે પરિણીતાનાં પરિવારનાં લોકો યુવાનનાં ઘરે જઇને પરિણીતાને પરત લાવવા ધમકી આપી હતી. આ ઉપરાંત શુક્રવારે ઉશકેરાયેલા મહિલાનાં પરિવારે યુવાનનાં ઘરમાં તોડફોડ કરીને બૂમાબૂમ કરી હતી.

    આ પણ વાંચો : અમદાવાદ : જયપુર જઈ રહેલા GoAirના પ્લેનમાં કબૂતરો ઉડ્યાં, પારેવડાંને પકડવા દોડધામ

    આ અંગેની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ અંગે હવે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અમદાવાદમાં છેતરપિંડીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. એક વાહનનાં શોરૂમમાં કોઓર્ડીનેટર તરીકે કામ કરતી મહિલાને તેના શોરૂમના ડ્રાઇવર સાથે મિત્રતા થઇ હતી. નોકરી છોડી દીધા બાદ પણ બંને એકબીજાના સંપર્કમાં હતા. ત્યારે આ ડ્રાઇવર જયેશ દેસાઇએ મિત્રતા કેળવીને આ મહિલાને હોટલનો બિઝનેસ કરવાનું કહી 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર મામલે મહિલાએ એલિસબ્રીજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

    આ વીડિયો પણ જુઓ : 
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, મહેસાણા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन