મહેસાણાઃ hit & runનો live video! GRD જવાનને કચડી અજાણ્યો વાહન ચાલક ફરાર

મહેસાણાઃ hit & runનો live video! GRD જવાનને કચડી અજાણ્યો વાહન ચાલક ફરાર
સીસીટીવીની તસવીર

મહેસાણાના સુવિધા સર્કલ નજીક બાય પાસ રોડ ઉપર હાર્દિક જતો હતો. આ સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારીને ત્યાંથી ફરાર થયો હતો.

 • Share this:
  કેતન પટેલ, મહેસાણાઃ મહેસાણામાં એક હીટ એન્ડ રનની (Mehsana hit and run) ઘટના સામે આવી છે. મહેસાણાના સુવિધા સર્કલ નજીક GRD જવાન ઉપર ટ્રક ફરી વળતા જવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. અજાણ્યો ટ્રક ચાલક જવાનને (truck hit GRD) કચડીને ત્યાંથી ફરાર થયો હતો. જોકે, આ સમગ્ર ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ અંગે મૃતક GRD જવાનના નાના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

  મળતી માહિતી પ્રમાણે GRD હાર્દિક રાજેશભાઈ જાની છેલ્લા પાંચ વર્ષથી તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતા હતા. હાર્દિક મહેસાણાના સુવિધા સર્કલ નજીક બાય પાસ રોડ ઉપર જતો હતો. આ સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારીને ત્યાંથી ફરાર થયો હતો. જોકે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાર્દિકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટ્રકની ટક્કરથી હાર્દિકના બંને પગે ફ્રેક્ચર હતું. અને ગંભીર ઈજાઓના પગલે તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે હાર્દીકના નાના ભાઈ યશ જાનીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી હતી.

  આ પણ વાંચોઃ-

  ગોકુલ પાર્ક સોસાયટી ગંજ બજારની પાછળ રહેતા યશ જાનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'આજ રોજ સવારના સાત વાગ્યાના સુમારે હું મારા ઘરે હાજર હતો તે દરમિયાન મારા મોબાઈલ ઉપર કોઈ અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો.  અને મને કહ્યું હતું કે, હાર્દીક ભાઈનું સુવિધા સર્કલ પાસે બાયપાસ રોડ ઉપર અકસ્માત થયો છે. અને તેને સારવાર સારુ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. હું સિવિલ હોસ્પિટલ પહોંચ્યો ત્યાં ફરજ પરના ડોક્ટરોએ ભાઈને મૃત જાહેર કર્યો હતો. આમ અજાણ્યા વાહન નંબર GJ 02 CR 2265 સામે ફરિયાદ નોંધાવી છે.'
  Published by:ankit patel
  First published:January 25, 2021, 20:54 pm

  ટૉપ ન્યૂઝ