મહેસાણાવાસીઓને મનાલીની ટૂર ભારે પડી છે. ટુર ઓર્ગેનાઇઝરોનું મોટુ પેકેજ લઇને ફરાર થઇ જતા અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે મહેસાણામાં પણ આવી ઘટના બનતા ટુરમાં ગયેલા લોકોની હાલક કફોડી બની છે. ઉત્તર ગુજરાતના વિસનગરના કુલ 132 મુસાફરો મનાલીમાં ફસાયા છે.
આ મામલામાં મળતી માહિતી પ્રમાણે વિસનગરના કરિયાણા એસોસિએશનના વેપારીઓએ કૂલૂ મનાલી ફરવા ગયા છે. ત્યારબાદ તેઓએ ભારત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી કુલ 9 લાખનું પેકેજ લીધું હતું. આયોજકોએ વેપારીઓને વિશ્વાસમાં લઇ તમામ મુસાફરોને કૂલૂ મનાલી મોકલ્યા હતા. જે પછી કુદરતી આફત વચ્ચે ટુર ઓર્ગેનાઈઝરોએ પર્યટકોને અધવચ્ચે જ છોડી દીધાનાં સમાચાર મળી રહ્યાં છે. આયોજકોએ તમામ લોકોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે.
તેમના પરિવારે ટુર ઓર્ગેનાઇજર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ મામલાની જાણ પોલીસને પણ કરવામાં આવી છે. જેમાં હાલ પોલી આગળ તપાસ કરી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર