Home /News /north-gujarat /અમદાવાદ-મહેસાણા હાઇવે પર 1 એપ્રિલથી કાર અને ટુ-વ્હીલર માટે ફરીથી ટોલ ટેક્સ શરૂ થશે? જાણો હકીકત

અમદાવાદ-મહેસાણા હાઇવે પર 1 એપ્રિલથી કાર અને ટુ-વ્હીલર માટે ફરીથી ટોલ ટેક્સ શરૂ થશે? જાણો હકીકત

પહેલી એપ્રિલથી મોટા વાહનો માટે ટોલ ટેક્સમાં વધારો.

ટોલમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટરો પર માઠી અસર પડશે, હાલ બે એક્સલ ટ્રકનો ટોલ 310 છે, જે પહેલી એપ્રિલથી 330 રૂપિયા થશે.

કેતન પટેલ, મહેસાણા: સોશિયલ મીડિયા (Social Media)માં હાલ એક એવા સમાચાર વાયરલ થયા છે કે પહેલી એપ્રિલથી અમદાવાદ-મહેસાણા હાઇવે પર ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનો ટેક્સ વસૂલ કરવામાં આવશે. આ પહેલા બંને વાહનો માટે ટોલ ટેક્સ (Tall tax) ફ્રી હતો. આ બાબતે ટોલ ટેક્સ અધિકારીએ જણાવ્યું છે કે, આ વાત ફક્ત અફવા છે. ટોલ ટેક્સ અધિકારીએ જણાવ્યું હતું કે, નાના વ્હિલકમાં કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ ટુ-વ્હીલર અને નાના ફોર વ્હીલરનો કોઈ ટેક્સ શરૂ થવાનો નથી. મોટા ટ્રક જે બે એક્સેલના છે તેના ટેક્સમાં અંદાજીત 15 ટકાનો વધારો 1 એપ્રિલથી થવાનો છે.

એટલે કે મોટા ટ્રક, લક્ઝરી બસ અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા વાહનો પર વધુ બોઝ ઝીંકાયો છે. એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને તેમાં નોંધપાત્ર ઘટાડો થવાના કોઈ અણસાર નથી ત્યારે ટોલ ટેક્સમાં વધારો ટ્રાન્સપોર્ટરોની કમર તોડી નાખશે તેવી દલીલ આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો કરી રહ્યા છે. મોંઘવારીએ સમગ્ર દેશમાં માઝા મૂકી છે ત્યારે લોકો મોંઘવારીના મારથી પીસાઈ અને પીડાઈ રહ્યા છે. સિંગતેલ હોય, પેટ્રોલ હોય કે પછી ડીઝલ, તમામ વસ્તુઓના ભાવ વધારાએ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે.



આ પણ વાંચો: દર્દનાક મોત: બાળકીએ બસની બારીમાંથી મોઢું કાઢતા જ ટ્રક સાથે ટક્કર, માથું ધડથી અલગ થયું

આ દરમિયાન ટ્રાન્સપોર્ટરો અને લક્ઝરી બસ માટે હવે માઠા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા-અમદાવાદ વચ્ચે પહેલી એપ્રિલથી બે એક્સલ ટ્રક અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને લક્ઝરી બસના ટોલ ટેક્ષના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. હાલ બે એક્સલ ટ્રકનો ટોલ 310 છે, જે પહેલી એપ્રિલથી 330 થવા જઈ રહ્યો છે.



આ પણ વાંચો: Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, જાણી લો નવો ભાવ


આ પણ વાંચો: બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા


આ સમાચારથી ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોમાં રોષ વ્યાપ્યો છે. એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને બીજી તરફ ફાસ્ટ ટેગ, વીમાના પ્રીમિયમમાં વધારો અને હવે ટોલ ટેક્સમાં વધારાને લઈ વ્યવસાયિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
First published:

Tags: Mahesana, Vehicle, અમદાવાદ, કાર, ટ્રક, બસ