Home /News /north-gujarat /Tokyo Paralympics: મહેસાણાની ભાવિના પટેલે ચીની ખેલાડીને ધૂળ ચટાડી, પિતાએ કહ્યું-ગોલ્ડ લાવશે, લાવશે, લાવશે જ

Tokyo Paralympics: મહેસાણાની ભાવિના પટેલે ચીની ખેલાડીને ધૂળ ચટાડી, પિતાએ કહ્યું-ગોલ્ડ લાવશે, લાવશે, લાવશે જ

મહેસાણા જિલ્લામાં વતન ખાતે ભાવિના પટેલના માતાપિતાએ મીઠાઈ ખવરાવી અને જીતની ઉજવલણી કરી, ગામમાં જશ્નનો માહોલ

Paralympics 2021 Bhavina patel Exclusive: ગુજરાતી ખેલાડી ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, પેરાલિમ્પિકસમાં ફાઈનલમાં કર્યો પ્રવેશ, પરિવાર સાથેની ખાસ વાતચીત. ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાને ખેલાડીને માત્ર 18 મિનિટમાં હરાવી હતી મેચ

    Tokyo Paralympics 2021: ટોક્યો પેરાલિમ્પિક્સમાં (Tokyo Paralympics) ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલે (Bhavnaben Patel) ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ભાવિના પટેલે ચીનની ઝેંગ મિયાઓને 3-2થી હરાવી હતી. મહેસાણાની ભાવિનાએ ઝીનને ઝેંગને ઘૂળ ચટાડી હતી (Bhavin patel won Match in 18 Minutes) ભાવિના પટેલ ગુજરાતના મહેસાણાની (Bhavina patel Hometown Mehsana)ની વતની છે. એક તરફ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલ ગોલ્ડ મેડલ (Gold Medal)થી દૂર છે ત્યારે બીજી તરફ વતન મહેસાણામાં આનંદનો માહોલ છે. પિતા તો અત્યારથી જ દીકરીના સ્વાગત માટે આતુર છે. ન્યૂઝ18 ગુજરાતીએ આ પ્રસંગે ભાવિના પટેલના પરિવારજનો (Exclusive Interview of Bhavina patel family) સાથે Exclusive વાતચીત કરી હતી.

    અંધજન મંડળમાં ખેલાડીઓને રમતા જોઈ પ્રેરણા મળી : ભાવિના પટેલના પિતાએ કહ્યુ 'અમને બહુ ખુશી છે, પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને આવશે અને જીતીને જ આવશે. અમે આ ક્ષણ માટે 24 કલાક મહેનત કરી છે. અંધજન મંડળમાં દિવ્યાંગોને રમતા જોઈને ભાવિનાને વિચાર આવ્યો કે પપ્પા હું પણ કેમ ન રમી શકું અને તેણે રમવાની શરૂઆત કરી હતી. ત્યાંથી અત્યારસુધી તેણે 6 ગોલ્ડ મેડલ અને આઠ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.'

    અગાઉ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભાવિનાએ સર્બિયાના બોરીસ્લાવા રેન્કોવિચ પેરીકને સતત ત્રણ ગેમમાં 11-5, 11-6, 11-7થી હરાવી હતી. વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4 કેટેગરીમાં ભાવનાબેને છેલ્લી -16 માં બ્રાઝિલની જોયસ ડી ઓલિવિરાને હરાવી હતી. જોયસે 2016 રિયો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભાવિનાએ આ મેચ માત્ર 18 મિનિટમાં જીતી લીધી હતી.

    પિતાએ કહ્યું 'ગોલ્ડ લાવશે લાવશે લાવશે જ...'

    દરમિયાન મહેસાણાની પાસેના ભાવિના પટેલના વતનમાં ખુશીનો માહોલ છે. ગામમાં મીઠાઈઓ વહેંચવામાં આવી છે અને ફટાકડા ફૂટી રહ્યા છે. પિતાએ કહ્યું અમને વિશ્વાસ છે કે એ 'ગોલ્ડ મેડલ લાવશે લાવશે લાવશે જ, અમે એના માટે દિવસ રાત મહેનત કરી છે અને આજે પરિણામ મળતું દેખાઈ રહ્યુ છે'

    આ પણ વાંચો : Paralympics 2021: ગુજરાતી ખેલાડી ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, પેરાલિમ્પિકસમાં ફાઈનલમાં કર્યો પ્રવેશ

    12 વર્ષની ઉંમરે પોલિયો હોવાનું નિદાન થયું હતું

    ભાવનાબેનને 12 વર્ષની ઉંમરે પોલિયો હોવાનું નિદાન થયું હતું. તેણીએ ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ કહ્યું હતું કે, "ભારતના લોકોના સમર્થનના કારણે હું મારી ક્વાર્ટર ફાઇનલ મેચ જીતવામાં સફળ રહી હતી. કૃપા કરીને મને સપોર્ટ કરતા રહો જેથી હું મારી સેમિફાઇનલ મેચ પણ જીતી શકું."

    ચીનની ખેલાડીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો

    ભાવિના પટેલે સેમિફાઇનલ મેચ 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી જીતી હતી. અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી શકી નથી. ભાવિના પાસે ભારતની પ્રથમ ગોલ્ડન ગર્લ બનવાની તક છે. 2016 માં પીવી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં અને પેરાલિમ્પિક્સમાં દીપા મલિકે સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે બંને ખેલાડીઓ અંતિમ મેચ હારી ગયા હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Bhavina patel, Olympics, Tokyo 2020, Tokyo Olympics, મહેસાણા

    विज्ञापन
    विज्ञापन