વડનગર: તાના-રીરી મહોત્સવમાં ત્રણ વિશ્વ રેકોર્ડ રચાયા

News18 Gujarati
Updated: November 6, 2019, 9:14 PM IST
વડનગર: તાના-રીરી મહોત્સવમાં ત્રણ વિશ્વ રેકોર્ડ રચાયા
તાનારીરી મહોત્સવ

વડનગરની આ ઐતિહાસિક ભુમિ પર આજે ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાયા છે. કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે

  • Share this:
વિરાસત ભુમિ વડનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં તાના-રીરી મહોત્સવમાં ત્રણ વિશ્વ રેકોર્ડ રચાયા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલા સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનું કામ થઇ રહ્યું છે. આ ઐતિહાસિક ભુમિ પર આજે ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાયા છે. કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે. સંગીત બેલડી તાના-રીરી બહેનોની સ્મૃતિમાં યોજાતો આ મહોત્સવમાં આજે નાવીન્ય ઉમેરાયું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૩થી તાના-રીરી મહોત્સવની શરૂઆત કરી છે. સંગીત સામ્રજ્ઞીની યાદમાં કારતક સુદ નોમ અને દશમના દિવસે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મહોત્સવ સંદર્ભે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પણ આપવામાં આવે છે.

તબલા તાલીમ સંસ્થાના ૧૫૦ કલાકારો દ્વારા ૩૦ મિનીટમાં ૨૮ તાલ રજૂ કરાયા હતા. જેમાં પ્રારંભિકથી લઇ પ્રવિણ સુધીના તાલોનો મૂખપાઠ તથા વાદન કરાયું હતું ૦૬ થી ૬૦ વર્ષ સુધીના કલાકારો સહિત ૦૫ થી ૧૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ જોડાયા હતા.૧૦૮ વાંસળી વાદકો દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ નિમિત્તે ગાંધીજીને અંજલી સ્વરૂપે વૈષ્ણવજનતો તેને રે કહીએ. રાગ ખમાજ પર વિશ્વ રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રગાન જનગણ મન વગાડી પાંચ મિનીટમાં વિશ્વ રેકોર્ડની રચના કરી હતી.

આ ઉપરાંત કલાગુરૂ શીતલબેન બારોટ દ્વારા નવરસની પ્રસ્તુતી ભારત નાટ્યના નૃત્ય શૈલીમાં રજુ કરાઇ હતી. એક મીનીટમાં શ્રુંગાર રસ, હાસ્ય રસ, કરૂણ રસ, રૌદ્ર રસ, વિર રસ, બીભત્સ રસ, ભયાનક રસ, અદભૂત રસ અને અંતમાં શાંત રસ દ્વારા પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી

નાયબ મુખ્યમંત્રી દ્વારા તબલા વાદકો, વાસંળી વાદકો અને કલાગૂરૂ શીતલબેન બારોટનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા

આ પ્રસંગે સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ, અગ્રણી સોમાભાઇ મોદી રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના અગ્ર સચિવ સી.વી સોમ, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષકનિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રાન્ત અધિકારી દિપ્તીબેન પ્રજાપતિ, નગરપાલિકા અને તાલુકા પંચાયત વડનગરના અધિકારીઓ-પદાધિકારીઓ, સંગીત રસિકો અને પ્રબુધ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर