Home /News /north-gujarat /ઊંઝા લક્ષચંડી: 16.80 લાખ નંગ લાડવા બનાવવા સહિત કુલ 3 વિશ્વ રેકોર્ડ નોંધાયા

ઊંઝા લક્ષચંડી: 16.80 લાખ નંગ લાડવા બનાવવા સહિત કુલ 3 વિશ્વ રેકોર્ડ નોંધાયા

ઊંઝા ઉમિયા મા મંદિર

રાજ્ય સરકારે એક અંદાજ મુજબ માત્ર ઊંઝામાં 80 કરોડ રૂપિયાના રોડ, રસ્તા, વીજળી અને પાણી માટે સહિત વિવિધ સ્ટોલ સહિત શિક્ષણ માટે આપ્યા

કેતન પટેલ :  આજે ઊંઝા ઉમિયા માતા મંદિર દ્વારા આજથી પાટીદાર સમાજએ પોતાનો પાવર બતાવી જાણ્યો છે. જ્ઞાન સાથે વિજ્ઞાન અને ધર્મના સહિયારા આ અવસરમાં પાટીદારોએ ઉમા નગરીમાં બીજું ઊંઝા ઉભુ કરી નાખ્યું છે. આજે પાટીદાર સમાજે ત્રણ રેકોર્ડ એશિયન બુક્સ રેકોર્ડમાં નોંધાવીને ને પાટીદાર સમાજે ફરી એક વાર પોતાની તાકત બનાવી જાણી છે. ઊંઝા માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયા આપીને આ અવસરને વધવતા સ્થાનિક ધારાસભ્ય આશાબેન પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. એક અંદાજ મુજબ માત્ર ઊંઝામાં 80 કરોડ રૂપિયાના રોડ, રસ્તા, વીજળી અને પાણી માટે સહિત વિવિધ સ્ટોલ સહિત શિક્ષણ માટે 80 કરોડથી પણ વધુની રકમ આપીને પાટીદાર સમાજને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

800 વિધામાં તૈયાર કરાઈ છે ઉમિયા નગરી

ઊંઝા ઉમિયા માતા મંદિર દ્વારા ઘણા દિવસથી લક્ષચંડી હવનને લઈને તૈયારી આરંભી દીધી છે. મહેસાણાના ઊંઝા ઉમિયા નગરી ખાતે 800 વિઘા જમીન પર સાંસ્કૃતિક ડોમમાં આજે લક્ષચંડીને લઈને 3 રેકોર્ડ આજે બુક કરાવ્યા હતા. જે રેકોર્ડ એશિયન બુક ઓફ રેકોર્ડસમાં બુક કરાવીને લક્ષચંડી અવસરને વધુ એક મોરપીંછ ઉમેર્યું હતું. લક્ષચંડીને લઈને પાટીદારોએ પોતાની શક્તિ આજે આયોજન સાથે કામ અને તે પણ એકતા સાથે કામ કરીને બતાવી જાણી હતી.

ત્રણ રેકોર્ડ

આજે 20 હાજર ફુગામાં ફોરેસ્ટ ખાતા દ્વારા 18 જાતના બીજ ભરીને બલૂન હવામાં ઉડાડીને રેકોર્ડ બનાવ્યો છે. આ બીજ જે જગ્યા પર પડશે ત્યાં પકૃતિનું જતન થઈને ત્યાં વૃક્ષનો ઉછેર થશે, તેવું આયોજન કરાયું હતું. સાથે આજે મા ઉમિયાના જય ઘોસ 3 વાર મોટી સંખ્યામાં બોલીને જયકારાનો નારો પાટીદાર સમાજે કરીને રેકોર્ડ આજે બનાવ્યો હતો. સાથે 16 લાખ 80 હાજરથી વધુ લાડુ ભક્તોને ભોજનમાં પીરસવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. તે લાડુ એક જ જગ્યા પર એક જ અવસર માટે બનાવવા મામલે આજે પાટીદારોએ રેકોર્ડ બનાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, અનેક રેકોર્ડ આ અવસરમાં બનશે તેવા એધાણ પણ છે, સાથે 5 દિવસના આ અવસરમાં અનેક મહાનુભાવો સહિત ખાસ ધર્મગુરુઓ પણ હાજરી આપીને કાર્યક્રમને શોભાવશે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આવતીકાલ થી શરૂ થશે લક્ષચંડી

આવતીકાલથી લક્ષચંડી હવનની શરૂઆત થવા જઈ રહી છે, જે જોતા આજે પાટીદાર સમાજે 3 રેકોર્ડ બુક કર્યા છે અને સરકારે પણ આ અવસરને વધાવીને કરોડો રૂપિયાની લાહણી કરી છે, જે જોતા આ અવસરમાં પાટીદારો લક્ષચંડીને લઈને બીજા રેકોર્ડ પણ બનાવીને પોતાની તાકત રજૂ કરશે તો નવાઈ નહીં.
First published: