મહેસાણામાં અલગ અલગ ત્રણ અકસ્માત, ત્રણના મોત

News18 Gujarati
Updated: January 27, 2019, 8:00 AM IST
મહેસાણામાં અલગ અલગ ત્રણ અકસ્માત, ત્રણના મોત
પ્રતિકાત્મક તસવીર

મહેસાણામાં એક જ દિવસે અલગ અલગ જગ્યાએ અકસ્માતની ત્રણ ઘટનાઓ બની છે. જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

  • Share this:
કેતન પટેલ, મહેસાણા

રાજ્યમાં દરરોજ માર્ગ અકસ્માતના કિસ્સાઓ બનતા રહેતા રહે છે. જોકે મહેસાણામાં એક જ દિવસે અલગ અલગ જગ્યાએ અકસ્માતની ત્રણ ઘટનાઓ બની છે. જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઊંઝા, વિસનગર અને વજાપુર વચ્ચે થયેલા અકસ્માતમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

પહેલા અકસ્માતની વાત કરીએ તો ઊંઝાના કહોડા અને ભુણાવ વચ્ચે બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. ધડાકાભેર અથડાયેલા બંને વાહનોમાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયાં હતાં. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધા આગળની કાર્યવાહી હાથધરી છે.

બીજો અકસ્માત વિસનગર વિજાપુર વ્ચેચ આવેલા કુવાસણા પાસે થયો હતો. જેમાં કારે બાઇકને અડફેટે લીધી હતી. જેમાં બાકઇ ઉપર સવાર મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પણ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

ત્રીજા અકસ્માતની વાત કરીએ તો વિજાપુરના ખણુંસા બંસરી હોટલ સામે એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા એકઠાં થયા હતા.
First published: January 27, 2019, 8:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading