Home /News /north-gujarat /

સતલાસણા: ખારી ગામ પર વરસાદનું સંકટ, તળાવનું પાણી ગામમાં ફરી વળવાની ભીતિ

સતલાસણા: ખારી ગામ પર વરસાદનું સંકટ, તળાવનું પાણી ગામમાં ફરી વળવાની ભીતિ

  રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખારી ગામ પાસેનો તળાવનો પાળો અસામાજિક તત્વો દ્વારા તોડી પડાતા ગ્રામજનો ભયની સ્થિતિમાં મુકાયા છે. મહેસાણાના ખારી અને બનાસકાંઠા જિલ્લાના ભેમાળ ગામ વચ્ચે આવેલ તળાવનું નિર્માણ સરકાર દ્વારા 2001માં કરવામાં આવ્યુ હતુ. જેને ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા અસામાજિક તત્વો દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર પાળો તોડી પાડવામાં આવતા ખારી ગામમાં વરસાદના નીર ફરી વળવાની ભીતિ સેવાઈ રહી છે. 500 લોકોની વસ્તી ધરાવતુ આ ગામ ખેતી પર નિર્ભર છે ત્યારે તળાવનો પાળો તૂટતાં નદીના પટ પર આવેલી ખેડૂતોની જમીનનું ધોવાણ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

  ખેડૂતોની સમસ્યાની વાસ્તવિકતા જાણવા ન્યૂઝ 18 પહોંચ્યુ ગ્રાઉન્ડ જીરો પર. ત્યારે તળાવની સ્થિતી જોતા સાફ લાગી રહ્યુ છે કે ભારે વરસાદ બાદ તળાવના પાણી સીધા ખારી ગામમાં ઘૂસી આવશે. તો બીજી બાજુ તળાવમાં
  જો પાણી સંગ્રહ નહિ થાય તો આગામી દિવસોમાં ખેતી કરવા નીર ક્યાંથી લાવવા તે પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની બેઠો છે. ખારી ગામના સરપંચે આ મામલે અનેક જગ્યાએ રજૂઆત કરી છે તેમ છતા મોટા માથાઓ અને બે જિલ્લાઓ વચ્ચે સંકળાયેલા નંદ્રાધીન વહીવટી તંત્રને કારણે કોઇ પગલાં લેવામાં નથી આવ્યા.

  રાજ્યના ખેડૂતો માટે આજે મેઘરાજા મહેરબાન બનતા ખેડૂતોમાં આંનદ અને ખુશીઓની લાગણી છવાઈ છે પરંતુ મેઘ તો રાજા મનફાવે તેમ સવારી કરે ત્યારે ખેડૂતોને ચોમાસા દરમિયાન ક્યારેક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનો સામનો પણ કરવો પડતો હોય છે પરંતુ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ખારી ગામે અત્યાર થી જ વરસાદનું સંકટ તોળાઈ રહ્યું હોય તેમ ગ્રામજનો ભયના માહોલમાં મુકાયા છે મહેસાણાના ખારી અને બાંસકાંઠા જિલ્લાના ભેમાળ ગામ વચ્ચે એક તળાવ સરકાર દ્વારા વોટરસેડ અંતર્ગત વર્ષ 2001 માં નિર્માણ કરવામાં આવ્યું હતું જેને ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા અસામાજિક તત્વો દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર પાળો તોડી પાડવામાં આવતા આજે ખારી ગામમાં વરસાદના નીર ફરી વળવાની ભીતિ સેવાઈ રહી છે ગામા લગભગ 500 થી વધારે લોકો વસવાટ કરે છે જે તમામ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તળાવનો પાળો તૂટતાં નદીના પટ પર આવેલી ખેડૂતોની જમીનનું ધોવાણ થાય તેવી ચોક્કસ સ્થિતિ જોવા મળી રહી છે.

  જિલ્લાના છેવાળાના વિસ્તારમાં આવેલા ખારી ગામ પાસેના આ તળાવમાં પાળો તોડી પડાતા તળાવના પાણી સીધા ખારી ગામમાં ઘૂસી આવવાનો ભય ગામ લોકોમાં પ્રવર્તયો છે, તો બીજી તરફ તળાવમાં જો પાણી સંગ્રહ નહિ થાય તો આગામી દિવસોમાં ખેતી કરવા નીર ક્યાંથી લાવવા તે પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની બેઠો છે ત્યારે ખારી ગામના સરપંચે પોતે સ્થાનિક સ્વરાજના આધિકાર થી સરકારમાં આ મામલે અનેક જગ્યાએ રજુઆત કરી છે છતાં આજે મોટા માથાઓ અને બે જિલ્લા વચ્ચે સંકળાયેલા નિંદ્રાધીન વહીવટી તંત્રને કારણે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.

  સરપંચ અને ગામલોકોની અરજી સંદર્ભે સતલાસણા મામાલતદારનો સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે, જે તળાવ છે એ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની હદમાં આવેલું છે માટે તેમને લાગતા વળગતા અધિકારીને જાણ કરી છે અને આ પાળો તોડનાર સામે પગલાં લેવા સહિત તૂટેલા તળાવના પાળાનું પુનઃ નિર્માણ કરાય તેવી કાર્યવાહી કરવા તાકીદ કરી છે.

  આજે તાજેતરમાં અમે આપને અરવલ્લી જિલ્લાના એક ગામા સ્થાનિકોએ પાણી માટે પોતાના પરિશ્રમથી પાળો બનાવતા અહેવાલને દર્શવ્યો હતો ત્યારે આજે સરકાર દ્વારા 18 વર્ષ પહેલાં નિર્માણ કરાયેલા ભેમાળ ગામની સીમમાં આવેલા તળાવના પાળાને કેટલાક અસામાજિક તત્વો એક વાર નહીં ત્રણ ત્રણ વાર તોડવામાં સફળ રહ્યા છે તો કેમ તંત્ર દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે હવે તળાવનો પાળો બનાવવા તંત્ર ક્યારે જાગશે કે પછી ખારી ગામના ખેડૂતો પર વરસાદનું સંકટ તોળાતુ રહેશે તે તો હવે જોવું રહ્યું!

  મહેસાણા - રોનક પંચાલ
  Published by:kiran mehta
  First published:

  Tags: Collapsed, Lake

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन