બહુચરાજી મંદિર હસ્તકની ધર્મશાળાના રૂમમાં પ્રેમી પંખીડાનો કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ

સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરના પ્રેમી યુગલે મહેસાણાની ધર્મશાળામાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

News18 Gujarati
Updated: December 5, 2018, 9:33 AM IST
બહુચરાજી મંદિર હસ્તકની ધર્મશાળાના રૂમમાં પ્રેમી પંખીડાનો કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: December 5, 2018, 9:33 AM IST
કેતન પટેલ, મહેસાણા

મહેસાણા જિલ્લામાં પ્રેમી પંખીડાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યાી ઘટના બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરના પ્રેમી યુગલે મહેસાણાની ધર્મશાળામાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ યુવક અને યુવતીને સારવાર માટે મહેસાા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરના યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના પગલે તેઓ મહેસાણાના બહુચરાજી મંદિર હસ્તકની પોપટવશા ધર્મશાળામાં આવ્યા હતા. જ્યાં તેમણે પ્રેમી પંખીડાએ સાથે જીવન ટૂંકાવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે બંને જણાએ ધર્મશાળાના રૂમ નંબર 108માં પોતાની જાત ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચોઃ-ગીર સોમનાથમાં બે સગા ભાઈએ, ડીસામાં યુવકે અને મહેસાણામાં પ્રેમી પંખીડાનો આપઘાત

વધુ મળતી માહિતી પ્રમાણે પ્રેમી પ્રંખીડાઓએ કેસોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતાં જ ધર્મશાળાના કર્મચારીઓએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. આ દાજેલી હાલતમાં પ્રેમી યુગલને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમન સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જાત જલાવાના પ્રયાસથી રૂમમાં રાખેલા ગાદલા, સોફા બળીને ખાખ થઇ ગયા હતા. બંનેની આત્મહત્યાના પ્રયાસ કરવાનું સાચું કારણ પોલીસ તપાસમાં બહાર આવશે.
First published: December 5, 2018
વધુ વાંચો अगली ख़बर