મહેસાણા : કોરોનાનાં ડરથી વતન જવા ટ્રકમાં બેઠા, અકસ્માતમાં ત્રણનાં મોત

News18 Gujarati
Updated: March 28, 2020, 8:18 AM IST
મહેસાણા : કોરોનાનાં ડરથી વતન જવા ટ્રકમાં બેઠા, અકસ્માતમાં ત્રણનાં મોત
સુરતની ખાંડ મિલમાંથી ખાંડની બોરી ભરીને ટ્રક પાલનપુર તરફ આવતી હતી.

સુરતની ખાંડ મિલમાંથી ખાંડની બોરી ભરીને ટ્રક પાલનપુર તરફ આવતી હતી.

  • Share this:
મહેસાણા : કોરોના વાયરસને (coronavirus) કારણે વિશ્વમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારે સુરતના  (Surat) એક પરિવારનાં સભ્યો કોરોનાથી બચવા માટે એક ટ્રકમાં બેસીને પોતાના વતન જતા હતા. ત્યારે મહેસાણા અમદાવાદ હાઇવે (Mehsana Ahmedabad highway) પર અકસ્માતમાં (Accident) ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય ત્રણથી ચાર જણ ઇજાગ્રસ્ત થયા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતની ખાંડ મિલમાંથી ખાંડની બોરી ભરીને ટ્રક પાલનપુર તરફ આવતી હતી. ત્યારે સુરત નજીક લોકડાઉનના પગલે રાજસ્થાન તેમજ પાલનપુરના શ્રમિકો ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક તેમજ સ્થાનિક પોલીસે પણ માનવતા દાખવીને છથી સાત જેટલા લોકોને સુરતથી ટ્રકમાં પેસેન્જર તરીકે બેસાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : લૉકડાઉન : સુરત પોલીસનો મોટો નિર્ણય, મકાન માલિક ભાડું માંગશે તો પોલીસ મધ્યસ્થી કરશે

ત્યારે ખાંડ ભરેલી ટ્રક શુક્રવારનાં વહેલી સવારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર જગુદણ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રક ચાલકને ઝોંકુ આવી જતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેમાં બેઠેલા ત્રણ લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ : લૉકડાઉનની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી બૂટલેગરે અપનાવ્યો નવો કીમિયો, ધરપકડ

આ સમાચાર સાંભળતા જ મૃતકોનાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે મહેસાણા સિવિલમા ખસેડ્યા હતા. મહેસાણા તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધયો હતો.આ પણ જુઓ : 
First published: March 28, 2020, 8:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading