Home /News /north-gujarat /

હાર્દિક પટેલના સમર્થનમાં SPG અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું- SPG હર હંમેશા પાટીદાર સમાજના પડખે રહેશે

હાર્દિક પટેલના સમર્થનમાં SPG અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું- SPG હર હંમેશા પાટીદાર સમાજના પડખે રહેશે

SPG અધ્યક્ષ લાલજી પટેલ.

હાર્દિક પટેલ જણાવ્યુ હતુ કે જો સરકાર દ્વારા આ એક મહિનો એટલે કે આવનારી 23 માર્ચ 2022 સુધી કેસો પરત ખેંચવાને લઇ કોઇ નકકર સકારાત્મક કાર્યવાહી કરવામા નહી આવે તો આવનારા દિવસોમાં યુવાનોને ગુના મુક્ત કરવા માટે સમગ્ર ગુજરાતમાં અહિસાના માર્ગે એક ચળવળ ઉભી કરવામાં આવશે.

વધુ જુઓ ...
    કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ (congress in charge president) અને પાટીદાર આંદોલનના કન્વિનર હાર્દિક પટેલ (Hardik Patel) દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.જ્યાં હાર્દિક પટેલે કહ્યું હતુ કે પાટીદાર યુવાનો ઉપરના કેસો પાછા ખેંચવા મુદ્દે સરકાર સમાજને બેવકૂફ બનાવાનું કામ કરે છે. વધુમાં હાર્દિક પટેલ જણાવ્યુ હતુ કે જો સરકાર દ્વારા આ એક મહિનો એટલે કે આવનારી 23 માર્ચ 2022 સુધી કેસો પરત ખેંચવાને લઇ કોઇ નકકર સકારાત્મક કાર્યવાહી કરવામા નહી આવે તો આવનારા દિવસોમાં યુવાનોને ગુના મુક્ત કરવા માટે સમગ્ર ગુજરાતમાં અહિસાના માર્ગે એક ચળવળ ઉભી કરવામાં આવશે.ત્યાં જ હવે હાર્દિક પટેલની જાહેરાતને લઇ SPG અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે.

    હાર્દિક પટેલે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સત્તાપક્ષથી પૂર્વ મુખ્યમંત્રીઓ અને વર્તમાન મુખ્યમંત્રી દ્વારા તમામ કેસો પરત ખેંચવા ધણીવાર વચનો અપાયા પરંતુ આજ સુધી વચનો માત્ર રાજકીય હેતુ સિદ્ધ કરવા પુરતા જ સાબિત થયા છે. જેમાં સ્પષ્ટ સરકારની ઈચ્છા શકિતનો અભાવ દેખાઈ રહયો છે. સત્તાપક્ષના જ સંસદ સભ્યોની કેસ પરત ખેચવા મુદ્દે ની રજુઆત થકી પણ એ સપષ્ટ થાય છે કે આ તમામ કેસો રાજદ્રેશની ભાવના રાખી ખોટી રીતે ઉપજાવી કાઢેલ છે. પાટીદાર સમાજ ના હજારો યુવાનોને ગુનાહિત ચિતરી આ યુવાનો નું ભવિષ્ય અંધકારમય બનાવવા માટે નું આ આયોજનબદ્ધ ષડયંત્ર દેખાય છે.

    આ પણ વાંચો- EXCLUSIVE: હિજાબ વિવાદથી લઇ દેશના તમામ સળગતા મુદ્દાઓ પર અમિત શાહનો સ્પષ્ટ અભિપ્રાય

    જણાવી દઇએ કે, હાર્દિક પટેલની આ ચળવળને SPG અધ્યક્ષ લાલજી પટેલે પણ સમર્થન આપ્યું છે અને SPG અધ્યક્ષ લાલજી પટેલે હાર્દક પટેલની જાહેરાત અંગે કહ્યું કે, SPG હર હમેશાં પાટીદાર સમાજના કોઈ પણ મુદ્દાની વાત હોય ત્યારે હર હંમેશા અમારું સમર્થન હોય છે. હાર્દિક પટેલનું પાટીદારનાં બે મુદ્દાને લઇ આંદોલન હશે તો અમારું સમર્થન હશે. પાટીદાર સમાજના જેટલા ભાઈઓ પર કેશ થયા એ પાછા ખેંચવા અને પાટીદાર આંદોલનમાં જે દીકરાઓ શહીદ થયા છે તેમના પરિવારને સરકારી કે અર્ધસરકારી નોકરી આપવી જોઇએ.

    આ પણ વાંચો- જયરાજસિંહ પરમારના સમર્થનમાં ગુજરાત NSUI અને યુથ કોંગ્રેસમાં ભૂકંપ

    આ સાથે જ હાર્દિક પટેલે એવું પણ જણાવ્યું હતું કે, તા-25/02/2022 થી 20/03/2022 સુધી ચુટાયેલા તમામ પ્રતિનિધીઓને (ધારાસભ્ય કે સાસંદ સભ્યોને) સામાજીક અને આંદોલનકારી આગેવાનો દ્વારા વિસ્તારદીઠ સકારાત્મક રજુઆત કરી આવેદનપત્ર સહીત વિગતો આપવામાં આવશે. તા-28/02/2022 થી 03/03/2022 સુધીમાં તમામ જીલ્લા-તાલુકા મથકે વિગતો સહીતના આવેદનપત્રો આપી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે. ત્યારબાદ પણ જો કોઈ નકકર કાર્યવાહી ધ્યાને નહી આવે તો 23/03/2022 ના રોજ નિર્દોષ યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા ના મુદ્દા સાથે નું રાજયવ્યાપી આંદોલન કરવામા આવશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat news live, Patidar Leader Hardik Patel, SPG

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन