મહેસાણા ST બસ હાઇજેકઃ લાખોની લૂંટમાં વપરાયેલી કાર બિનવારસી હાલતમાં મળી

લૂંટારાઓએ બંદૂકની અણીએ બસને બાજુમાં ઉભી રખાવીને આંગડિયા પેઢીને કર્મીઓ પાસેથી કિંમતી ઘરેણા, હીરા, રોકડ ભરેલા 5 થેલાની લૂંટ ચલાવી હતી.

News18 Gujarati
Updated: December 7, 2018, 11:25 AM IST
મહેસાણા ST બસ હાઇજેકઃ લાખોની લૂંટમાં વપરાયેલી કાર બિનવારસી હાલતમાં મળી
બિનવારસી હાલતમાં મળી આવેલી કાર
News18 Gujarati
Updated: December 7, 2018, 11:25 AM IST
કેતન પટેલ, મહેસાણા

મહેસાણાઃ મહેસાણા-નંદાસણ હાઇવે પર એસટી બસને હાઇજેક કરીને ચલાવવામાં આવેલી લૂંટ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઊંઝાના પટેલ વિષ્ણુભાઈ કરશનભાઈ નામના આંગડિયાના કર્મીએ લૂંટ મામલે પોલીસ ફરિયાદ આપી છે. આંગડિયા કર્મીની ફરિયાદ બાદ પોલીસે કિંમતી હીરા, સોના અને ચાંદીના ઘરેણા સહિત રૂ. 10 લાખથી વધારેના લૂંટનો ગુનો દાખલ કર્યો છે. લૂંટ કરનાર લોકોએ બંદૂકની અણીએ બસને બાજુમાં ઉભી રખાવીને આંગડિયા પેઢીને કર્મીઓ પાસેથી કિંમતી ઘરેણા, હીરા, રોકડ ભરેલા 5 થેલાની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ લૂંટારાઓ એક કારમાં મહેસાણા તરફ ફરાર થઈ ગયા હતા.

લૂંટારૂઓએ ઉપયોગમાં લીધેલી કાર કાર મળી આવી

શુક્રવારે બસને હાઇજેક કરીને લૂંટ ચલાવવાના મામલે લૂંટારુઓ જે કારમાં ભાગ્યા હતા તે XUV કાર બિનવારસી હાલતમાં મળી આવી છે. આ કાર ખેરાલૂ નજીકથી કબજે લેવામાં આવી છે. બિનવારસી હાલતમાં મળેલી કારનો નંબર GJ18 BA 5087 છે.

કેવી રીતે ચલાવી હતી લૂંટ?

ગુરુવારે સાંજે આસરે છ વાગ્યાની આસપાસ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ જ્યારે મહેસાણા નંદાસણ હાઇવે પર વોટરપાર્ક નજીક પસાર થઈ રહી હતી ત્યારે લૂંટારુોઓએ ડ્રાઇવરના લમણે રિવોલ્વર મૂકી દીધી હતી. અને બસને બાજુમાં ઉભી રાખી દેવાનો આદેશ કર્યો હતો. લૂંટારુઓ પહેલાથી જ હથિયારો સાથે બસમાં બેસી ગયા હતા. આ દરમિયાન બસની અંદર બેઠેલા લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મીઓને મારા મારીને તેમની પાસેથી કિંમતી સામાન ભરેલા થેલા ઝૂંટવી લીધા હતા.
Mahesana ST Bus hijacked
પાલનપુરથી અમદાવાદ આવતી બસમાં લૂંટ


આ પણ વાંચોઃ મહેસાણાઃ અંધ પ્રેમીએ અંધ પ્રેમિકાને જીવતી સળગાવવાનો કર્યો પ્રયાસ

સાતથી આઠ લુંટારુઓએ બસને હાઇજેક કરી

મળતી માહિતી પ્રમાણે બસને રોડની સાઇડમાં ઉભી રખાવ્યા બાદ લૂંટારુઓએ બસની લાઇટો બંધ કરવાનું કહ્યું હતું. બસમાં મુસાફરોના સ્વાંગમાં હથિયારો સાથે બેઠેલા લૂંટારુઓની ઉંમર 20થી 25 વર્ષની વચ્ચે હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. લાઇટો બંધ કરાવ્યા બાદ લુંટારુઓએ આંગડિયા પેઢીના કર્મીઓને ધાક ધમકી આપીને તેમની પાસે રહેલા થેલા પડાવી લીધા હતા. આ સમયે બસમાં હાજર મુસાફરો ખૂબ ડરી ગયા હતા. બસમાં લૂંટ ચલાવવામાં આવી હોવાના સમાચાર મળતાની સાથે જ પોલીસે નાકાબંધી કરી દીધી હતી અને લૂંટારુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

કરોડોના સામાનની લૂંટ

મળતી માહિતી પ્રમાણે લૂંટારુઓએ જે સમાનની લૂંટ ચલાવી છે તેની કિંમત એક કરોડની આસપાસ છે. જે બસમાં લૂંટ ચલાવવામાં આવી છે તે પાલનપુરથી અમદાવાદ આવી રહી હતી. મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પણ તપાસમાં જંપલાવ્યું છે.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर