લોકસભાની ચૂંટણી પહેલા એકતરફ જ્યારે રાજકારણ ગરમાયું છે ત્યાં બીજીબાજુ વિવિધ વર્ગો પોતાની માંગો સંતોષાવવા માટે મેદાને પડી રહ્યાં છે. એસપીજીનાં અધ્યક્ષ લાલજી પટેલે રાજ્યનાં સીએમ વિજય રૂપાણીને અનામત આંદોલનમાં ઉદ્ભવેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનો પત્ર લખ્યો છે. જેમાં સરકારે પાટીદાર સમાજનાં 14 શહીદ પરિવારને નોકરી સહિત 50થી વધારે ફરિયાદ પાછી ખેંચવાની માંગણી કરતો પત્ર લખાયો છે.
આ પત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો અમારી માંગણી 10 દિવસમાં જ નહીં સંતોષાય તો શ્રવણ સમાજ સહિત પાટીદાર સમાજ અહિંસક પોગ્રામ પણ આપશે.
સરકારને લખાયેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'અનામત આંદોલન દરમિયાન પાટીદાર સમાજનાં 14 દીકરાઓનો રાજ્ય સરકારે નિર્માણ કરેલી પરિસ્થિતિનાં કારણે ભોગ લોવામાં આવેલ છે. આ પહેલા પણ સરકારનાં અગ્રણીઓ સાથે પાટીદાર સમાજનાં આગેવાનો અને આંદોલનકારીઓની મિટિંગ થઇ હતી. તેમાં નક્કી કરેલી સહાય આજ દિવસ સુધી નથી આપવામાં આવી જો આ પત્ર મળ્યાંનાં દસ દિવસ સુધીમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો અને સરકાર આ બાબતમાં શું કાર્યવાહી કરી રહી તે જણાવવામાં નહીં આવે તો અમે આખો પાટીદાર સમાજ તેમજ સવર્ણ સમાજ આપણી સરકારનો સખત વિરોધ કરીશું અને સરકાર વિરોધી કાર્યક્રમ આપીશું.'
આ પહેલા પણ પાટીદાર અનામત આંદોલન સમિતિ ઉત્તર ગુજરાતના કાર્યકરો દ્વારા સીએમ વિજય રૂપાણીને અનામત આંદોલન વખતે યુવાનો પર થયેલા તમામ કેસો તાત્કાલીક ખેચવા સહિત માંગણીઓ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ દશ ટકા અનામતનો અમલ કરવામાં જે પણ ખામીઓ હોય તે દૂર કરી તાત્કાલીક અમલ થાય તે માટેની માંગણી પણ કરાઇ હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર