બહુચરાજીઃ બોરવેલમાં પડેલી બાળકીને રેસ્ક્યૂ કરી બચાવી લેવાઈ

News18 Gujarati
Updated: May 16, 2018, 11:27 AM IST
બહુચરાજીઃ બોરવેલમાં પડેલી બાળકીને રેસ્ક્યૂ કરી બચાવી લેવાઈ
News18 Gujarati
Updated: May 16, 2018, 11:27 AM IST
બહુચરાજી: ફરી એકવાર બોરવેલમાં બાળક પડી જવાની રૂવાટા ઉભા થઈ જાય તેવી ઘટના ગુજરાતમાં બની છે. આ વખતે મહેસાણા  જીલ્લાના બહુચરાજીમાં એક બાળકી બોરવેલમાં પડી  ગઈ હતી.  જોકે, બોરવેલમાં બાળકી પડી જતાં રેસ્ક્યૂ કરીને તેને બચાવી લેવામાં આવી છે. આ ઘટના બહુચરાજીના હંસલપુર અને નાવિયા ગામ વચ્ચે બની હતી.

કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મજૂરની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. પરંતુ બાળકીને રેસ્ક્યૂકરીને બચાવી લેવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. કારણ કે આ બોરવેલને ખુલ્લો રાખવામા આવ્યો હતો.

આ બાળકી રમી રહી હતી તે દરમિયાન તે આ બોરવેલમાં પડી ગઈ હતી. અને 20 ફુટ ઉંડા બોરવેલમાં ફસાઈ ગઈ હતી. જોકે રેસ્ક્યૂની ટીમે બાજૂમાં 20 ફૂટ ઉંડો ખાડો કરીને બાળકીને બચાવી હતી અને બોરવેલમાંથી બહાર કાઢી હતી.હાલ તો બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવી છે. જ્યાં બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर