હવે મહેસાણા જીલ્લાની એક સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે પોક્સો કલમ લગાવી ફરીયાદ નોંધી

News18 Gujarati
Updated: April 21, 2018, 10:24 PM IST
હવે મહેસાણા જીલ્લાની એક સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે પોક્સો કલમ લગાવી ફરીયાદ નોંધી
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
દેશભરમાં અત્યારે બાળકી સાથે રેપના મામલે હાહાકાર મચી રહ્યો છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સરકાર દ્વારા રેપ મામલે કડક કાયદો બનાવવાનું પગલું ભરવામાં આવ્યું છે, તો પણ હવસખોરોને જાણે કોઈની બીક ન હોય તેમ પોતાની હવસ સંતોષવા માસૂમ બાળકી, સગીરાને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. વધુ એક હવસખોરીની ઘટના સામે આવી છે, આ વખતે રાજ્યના મહેસાણા જીલ્લામાં સગીરા સાથે રેપની ઘટના બની છે.

મળતી માહિતી મુજબ, મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવેલ બાકરપુરા ગામમાં એક સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનું સલામે આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બકરપુરા ગામની સગીરા પર ગામના જ એક યુવકે દુષ્કર્મ આચર્યું છે. ગામનો જ એક યુવક ગામની સગીરાને ફોસલાવી ગામથી દુર મહેસાણામાં લઈ ગયો, અહીં તેણે સગીરા સાથે એક ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું.

આ મામલે સગીરાએ પોતાના પરિવારને વાત કરતા પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી વિસનગર તાલુકા પોલીસ મતકે ગામના જ યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. વિસનગર તાલુકા પોલીસે યુવતીનું નિવેદન લઈ, યુવક સામે પોસ્કોની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.

ઉલ્લેખનીય છે કે, હમણાં જ સુપ્રિમને જવાબ આપતા કેન્દ્ર સરકારે પોસ્કોની કલમમાં ફેરફાર કરી 0થી 12 વર્ષની છોકરી પર બળાત્કાર કરનારને ફાંસની સજા આપવાની જોગવાઈ કરવાની વાત કરી છે, જેને કેન્દ્રની કેબિનેટમાં પમ મંજૂરી મળી ગઈ છે. એવામાં રાજ્યમાં વધુ એક બલાત્કારની ઘટનાએ કાયદા અને તંત્રના લીરા ઉડાવ્યા છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.
First published: April 21, 2018, 10:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading