આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર મતગણતરી યોજાઈ રહી છે, મોટાભાગની બેઠકોના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જેમાં બહેચરાજીથી ભાજપ માટે ઝટકા સમાન સમાચાર આવ્યા, બહુચરાજી પર ભાજપના કદાવર નેતા રજની પટેલની હાર થઈ છે. જ્યારે કોંગ્રેસ નેતા ભરત ઠાકોરની જીત થઈ છે.
ગુજરાતની એક મહત્વની શકિતપીઠના નામે જાણીતી મહેસાણા જીલ્લાની Becharaji વિધાનસભા બેઠકનો સમાવેશ પહેલાં ચાણસ્મા વિધાનસભામાં બેઠકમાં થતો હતો. Becharaji વિધાનસભા બેઠકમાં Becharaji તાલુકા ઉપરાંત મહેસાણા જીલ્લાના ૭૨ ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક કુલ મતદારોની સંખ્યા ૨,૩૭,૭૫૩ છે. જેમાં ૧,૨૪,૪૧૮ પુરુષ મતદારો છે. જયારે ૧,૧૩,૩૩૫ મહિલા મતદારો છે.
2012નું પરિણામ
મહેસાણા જીલ્લાની બેચરાજી વિધાનસભા બેઠક સીમાંકન બાદ નવી બની છે. જેમાં અત્યાર સુધી એક જ વિધાનસભા ચુંટણી આયોજિત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર રજનીભાઈ પટેલે કોંગેસના ઉમેદવાર દરબાર રાજેન્દ્રસિંહને ૬૪૫૬ મતથી હરાવીને ચુંટણી જીતી લીધી હતી.
બેચરાજી વિધાનસભાના જાતીય સમીકરણ
મહેસાણા જીલ્લાની બેચરાજી વિધાનસભાના જાતીય ગણિતની વાત કરીએ તો જણાશે કે પાટીદાર ૨૭.૦ ટકા, ઠાકોર ૨૪.૦ ટકા, ક્ષત્રિય ૧૬.૦ ટકા, રબારી ૫.૦ ટકા, ચૌધરી ૭.૦ ટકા, એસ.સી . ૧૨ .૦ ટકા, અને ઓબીસી ૯.૦ ટકા જેટલા મતદારો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર