ગૃહમંત્રીનું નાક કપાયુંઃ ક્ષત્રિય સેનાએ તેમના ગામમાં રેડ કરી આવી રીતે કર્યો દારૂનો નાશ

બહુચરાજી: ગૃહમંત્રી રજની પટેલના માદરે વતનમાં જ દેશી દારૂના ધમધમતા અડ્ડાઓ પર આજે વ્યસનમુક્તિ અભિયાનને લઇને ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો દ્વારા રેડ કરાઇ હતી. અને જમીનમાં સંતાડાયેલા દારૂને બહાર કાઢી કાઢીને પોલીસનું કામ જનતાએ કર્યું હતું.

જો કે ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનોની હિંમતથી ગુજરાતમાંથી દારૂના વ્યસનને તિલાંજલી મલશે. તો બીજી તરફ ગૃહમંત્રીના વિસ્તારમાં જ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓને લઇ તેમનો મોઢું છુપાવવાનો વારો આવ્યો છે.
અડ્ડાઓ પર યુવાનોએ ત્રાટકી દારૂ ભરેલા માટલા ફોડી અંદાજે રૂ. 70 હજારથી વધુની કિંમતનો દારૂ અને દારૂ બનાવવાની સામગ્રીનો નાશ કરાયો હતો. ઓબીસી એકતા મંચ દ્વારા અમદાવાદમાં વ્યસનમુક્તિ મહાકુંભમાં નક્કી થયા મુજબ યુવાનો દ્વારા ગામેગામ દારૂબંધી માટે જનતારેડ શરૂ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર