વિસનગરઃ બીજા તબક્કાના મતદાન દરમિયાન મહેસાણાના વિસનગરના એક ગામમાં ચૂંટણી બાબતે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે આ કેસમાં 30 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે 30 લોકો સામે રાયોટિંગ સહિતનો કેસ દાખલ કર્યો છે.
વિસનગરના હસનપુરમાં મતદાન વચ્ચે બે જૂથો બોલાચાલી બાદ આમને-સામને આવી ગયા હતા અને મારામારી પર ઉતરી આવ્યા હતા.
જૂથ અડામણમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવામાં આવ્યા હતા
મારામારીમાં બંને પક્ષે મળીને 24 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગઈકાલે 14મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાના મતદાન દરમિયાન અનેક જગ્યાએ હિંસાના બનાવો સામે આવ્યા હતા. સાણંદમાં પણ પથ્થરમારો થતા ભાજપની ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.