Home /News /north-gujarat /

લૉકડાઉન : કોંગ્રેસના ધારાસભ્યને TRB જવાન સાથે 'દાદાગીરી' કરવી ભારે પડી, પોલીસ ફરિયાદ દાખલ

લૉકડાઉન : કોંગ્રેસના ધારાસભ્યને TRB જવાન સાથે 'દાદાગીરી' કરવી ભારે પડી, પોલીસ ફરિયાદ દાખલ

ચંદનજી ઠાકોરની ફાઇલ તસવીર

- આજે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરનો TRB જવાન સાથે માથાકૂટનો Video viral થયા બાદ પોલીસ એક્શનમાં

    મહેસાણા: રાજ્યમાં એક બાજુ લૉકડાઉન છે ત્યારે ઠેરઠેર પોલીસ લોકોને બહાર આવતા અટકાવી રહી છે ત્યારે પોલીસ સાથે સહકાર આપવાના બદલે માથાકૂટ કરી અને ગાળો આપતા ધારાસભ્ય સામે પોલીસે લાલ આંખ કરી છે. બનાવ બહુચરાજીનો છે જ્યાં સિદ્ધપુરના કોંગ્રેસી ધારાસભ્ય ચંદનજી ઠાકારોના કાફલાને TRB જવાને અટકાવી પાસ માંગતા બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલા ચંદનજીએ TRB જવાનને ખરી ખોટી સંભળાવી અને ગાળો પણ આપી હતી. આ મામલે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાની સૂચના બાદ મહેસાણા એસીપીએ ગુનો દાખલ કરાવ્યો છે. જોકે, સમગ્ર મામલાની બીજી બાજુમાં ચંદનજીનું કઈક જુદું જ વર્ઝન છે.

    'મારી સાથે TRB જવાને ગેરવર્તણૂક કરી'

    ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે 'મારો કાફલો જઈ રહ્યો હતો ત્યારે મારી ગાડી અટકાવી હું રેશન કીટ વિતરણના કાર્યક્રમમાંથી પરત આવી રહ્યો હતો. મેં TRB જવાનને સમજાવ્યો કે હું ધારાસભ્ય છું, મારી પાસે પરવાનગી છે છતાં તેણે ગેરવર્તણૂક કરતા મારે નીચે ઉતરવું પડ્યું હતું અને હું નજીકની પોલીસ ચોકીમાં જઈ રહ્યો હતો ત્યારે તેણે મને અપશબ્દો કહ્યા હતા.

    આ પણ વાંચો :  અમદાવાદ : બંધ ઘરમાંથી મળેલી લાશો મામલે ખુલાસો થયો, પતિએ પત્નીનું ખૂન કરી અને આત્મહત્યા કરી!



    ચંદનજીએ મને નોકરીમાંથી કઢાવાની ધમકી આપી : જવાન

    આ મામલે TRB જવાન જીતુ રાવલે કહ્યું કે મને ચંદનજીએ ધમકી આપી કે તારી નોકરી જતી રહેશે. સરકારમાં કહીને તને છૂટો કરાવી દઈશ અને ગાળો આપી હતી. મને જાણ નહોતી કે ધારાસભ્યની ગાડી છે છતાં મેં મારી ફરજના ભાગરૂપે તેમની ગાડી અટકાવી હતી.'

    આ પણ વાંચો :  લૉકડાઉન વચ્ચે રાજ્યનાં 121 APMC ધમધમી ઉઠ્યા, સરકારે રાયડો-ચણા અને ઘઉની ટેકાના ભાવે ખરીદીની તારીખો જાહેર કરી

    ચંદનજીને 'દાદાગીરી' ભારે પડી

    ધારાસભ્ય ચંદનજી ઠાકોરને આ મામલે દાદાગીરી કરવી ભારે પડી છે. તેમના સામે જાહેનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની કામગીરીમાં રૂકાવટ અને લૉકડાઉનનો ભંગ કરવાનો ગુનો બહુચરાજી પોલીસે દાખલ કર્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Case, Lockdown, TRB Javan, કોંગ્રેસ, ધારાસભ્ય, પોલીસ, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन