Home /News /north-gujarat /PM મોદીએ શૅર કર્યો મોઢેરા સૂર્ય મંદિરનો આહલાદક વીડિયો, કહ્યું- વરસાદનું શાનદાર દૃશ્ય

PM મોદીએ શૅર કર્યો મોઢેરા સૂર્ય મંદિરનો આહલાદક વીડિયો, કહ્યું- વરસાદનું શાનદાર દૃશ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદના સમયે શાનદાર લાગી રહ્યું છે, આપ પણ જુઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદના સમયે શાનદાર લાગી રહ્યું છે, આપ પણ જુઓ

    નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ચોમાસા (Monsoon)ના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક સ્થળે પૂરની સ્થિતિ પણ ઊભી થઈ છે. હવે વરસાદ અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ વરસાદનો એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કૃયો છે. તેમના તરફથી શૅર કરવામાં આવેલો આ વીડિયો મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર (Modhera Sun Temple)નો છે. આ વીડિયોની સાથે તેઓએ લખ્યું કે, મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદના સમયે શાનદાર લાગી રહ્યું છે. આપ પણ જુઓ.

    PM મોદી તરફથી શૅર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સદીઓ જૂના મોઢેરા સૂર્ય મંદિરમાં વરસાદના કારણે અનેક જગ્યાએથી પાણી વહીને આવી રહ્યું છે. પાણી ભવ્ય કુંડમાં એકત્રિત થઈ રહ્યું છે. વીડિયોને જોઈ મંદિરની ભવ્યતાનો અનુભવ થાય છે. વરસાદના આ વીડિયોને અત્યાર સુધી 30 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.


    આ પણ વાંચો, દીકરાએ માંગી Cycle, તો પિતાએ જુગાડથી ઘરે બેઠા બનાવી દીધી Scooter જેવી દેખાતી સાઇકલ

    નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેઓ પોતાના નિવાસ સ્થાને મોર્નિંગ વોક અને વ્યાયામ દરમિયાન મોરને ચણ ખવડાવી રહ્યા છે. 1:47 મિનીટના વડાપ્રધાનના મોર સાથેના વિવિધ દૃશ્યો જોવા મળે છે.

    આ પણ વાંચો, કૂતરાને બાઇક પાછળ બાંધી કલાકો સુધી ઘસડતો રહ્યો ક્રૂર શખ્સ

    સૂત્રોનું કહેવું છે કે, મોર્નિંગ વોક દરમિયાન વડાપ્રધાન અનેકવાર મોરોની સાથે સમય પસાર કરે છે. તેમનું કહેવું છે કે વડાપ્રધાનનો પર્યાવરણ સાથે ઊંડો સંબંધ રહ્યો છે અને આ વિષય પર તેઓએ બે પુસ્તકો પણ લખ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: ગુજરાત, ચોમાસુ, નરેન્દ્ર મોદી, મહેસાણા, વરસાદ, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन