મહેસાણામાં આવેલા એરપોર્ટ પર વિમાન દુર્ઘટના સર્જાઇ છે. અહીં રન વે પરથી લપસીને વિમાન સીધું એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. ઘટના પર પડદો ઢાકવા માટે એરપોર્ટમાં મીડિયાને પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો હતો જેના કારણે જાનાહની અંગે કોઇ માહિતી મળી ન હતી. તો એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ કોઇ માહિતી આપવામાં આવી નથી.
પ્રાથમિક વિગત પ્રમાણે મહેસાણામાં આવેલા એરપોર્ટમાં એક વિમાન રન વે પરથી લપસીને સીધું એરપોર્ટની દિવાલ સાથે અથડાયું હતું. ઉલ્લેખનીય છે કે મહેસાણા એરપોર્ટમાં ટ્રેનિંગ સ્કૂલ ચાલી રહી છે, અહીં પાયલોટને તાલિમ આપવામાં આવી રહી છે. ખાસ કરીને આ પાયલટોને 4 સીટર પ્લેન કેવી રીતે ઉડાળવું તે અંગે તાલિમ આપવામાં આવી રહી છે.
એરપોર્ટ પર આવેલી બિલ્ડિંગમાં વિમાન ધડાકાભેર અથડાયું હતું. બીજી બાજુ એરપોર્ટ પર ઘટના બાદ મીડિયાકર્મીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેના કારણે જાનહાની અંગે જાણકારી મળી ન હતી. જો કે કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટની દિવાલને મોટું નુકશાન પહોંચ્યું છે. બીજી બાજુ એરપોર્ટની ટ્રેનિંગ અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે, જેમ કે ટ્રેનિંગ દરમિયાન કોઇ એક્સપર્ટ સાથે હતા કે કેમ ?
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર