Home /News /north-gujarat /મહેસાણાઃ સિવિલમાં સુરક્ષા ગાર્ડે અધવચ્ચે લિફ્ટ અટકાવી કરી મહિલાની છેડતી

મહેસાણાઃ સિવિલમાં સુરક્ષા ગાર્ડે અધવચ્ચે લિફ્ટ અટકાવી કરી મહિલાની છેડતી

ગાર્ડે વચ્ચે જ લિફ્ટ અટકાવી દીધી હતી

ગાર્ડે પોતાના બદઈરાદાને પામવા લિફ્ટનું સ્ટોપ બટન દબાવી અધવચ્ચે જ લિફ્ટ થોભાવી દીધી હતી.

મહેસાણાઃ અહીં સિવિલ જનરલ હોસ્પિટલમાં શરમજનક ઘટના સામે આવી છે. અહીં સિક્યુરિટી ગાર્ડે એક મહિલાની છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં એક મહિલા પોતાના બાળકને લઇને સારવાર કરાવવા માટે રોકાઈ હતી. મહિલા કેન્ટિનથી ચા લઈ પોતાના બાળક પાસે જવા લિફ્ટમાં બેસી હતી ત્યારે સાથે લિફ્ટમાં આવેલા હોસ્પિટલના એક સિક્યુરિટી ગાર્ડે મહિલાની છેડતી કરી હતી. ગાર્ડે પોતાના બદઈરાદાને પામવા લિફ્ટનું સ્ટોપ બટન દબાવી અધવચ્ચે જ લિફ્ટ થોભાવી દીધી હતી. એટલું જ નહીં તેણે લિફ્ટની લાઈટો બંધ કરી 26 વર્ષીય મહિલાની છેડછાડ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.

લિફ્ટમાં 10 મિનિટ સુધી છેડતી સહન કર્યા બાદ ગાર્ડેથી છૂટકારો મેળવ્યા બાદ મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી. એટલું જ નહીં મહિલાએ આ અંગે પોલીસને ન્યાય માટે અરજી પણ આપી હતી. જોકે, સમાજમાં બદનામ થવાના ભયથી પતિએ પોલીસને આપેલી અરજી પરત લઈ સમાધાન કરવાનો નિર્ણય કર્યો હતો.

પોલીસે સિવિલમાં મહિલા સાથે બનેલી ઘટના સમયના સીસીટીવી ફૂટેજ માંગતા હોસ્પિટલની પણ બેદરકારી સામે આવી હતી. સિક્યુરિટી ગાર્ડે જ્યાં આવું અધમ કૃત્ય કર્યું હતું તે લિફ્ટ અને હોસ્પિટલની લોબીમાં ક્યાંય કેમેરા લગાવેલા ન હતા.
First published:

Tags: Security guard

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन