મહેસાણામાં નલિયાકાંડ: નોકરી કરવી હોય તો શરણે થવું પડશે, ક્લાસ વન અધિકારીએ કર્યું શોષણ!

A
Updated: January 1, 1970, 5:30 AM IST
મહેસાણામાં નલિયાકાંડ: નોકરી કરવી હોય તો શરણે થવું પડશે, ક્લાસ વન અધિકારીએ કર્યું શોષણ!
કચ્છના બહુચર્ચિત નલિયાકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીએ સરકારની ભીંસ વધારી છે તો આવો જ એક ચોંકાવનારો નલિયાકાંડ મહેસાણામાં પ્રકાશમાં આવ્યો છે. અહીં નેતા નહીં પરંતુ સરકારી બાબુની કામલીલાને લઇને મામલો ગરમાયો છે. કચેરીમાં નોકરી કરતી યુવતીઓને ધમકાવીને પોતાની મોહજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યાનો મામલો સામે આવતાં વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
મહેસાણા #કચ્છના બહુચર્ચિત નલિયાકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીએ સરકારની ભીંસ વધારી છે તો આવો જ એક ચોંકાવનારો નલિયાકાંડ મહેસાણામાં પ્રકાશમાં આવ્યો છે. અહીં નેતા નહીં પરંતુ સરકારી બાબુની કામલીલાને લઇને મામલો ગરમાયો છે. કચેરીમાં નોકરી કરતી યુવતીઓને ધમકાવીને પોતાની મોહજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યાનો મામલો સામે આવતાં વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે બુધવારે 50થી વધુ યુવકો કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને નિવાસી અધિક કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. આ મુદ્દે ન્યુઝ 18 દ્વારા નિવાસી અધિક કલેક્ટર રમેશ મીરજાને ફોન કરી વધુ માહિતી મેળવવા પ્રયાસ કરાયો ત્યારે તેઓએ મિટિંગમાં હોવાનું કહી ફોન કટ કરી દીધો હતો. રજૂઆતમાં દાવો કરાયો છે કે આ ક્લાસ વન અધિકારી તેમના તાબામાં આવતા વિભાગની અનેક યુવતિઓનું શારિરીક શોષણ કરી ચુક્યા છે. તેમની કોલ ડિટેઇલ સહિત મુદ્દે યોગ્ય તપાસ કરવા માંગણી કરી અધિકારીને સજા કરવા માંગ કરાઇ છે. રજૂઆત કરનારા યુવકના દાવા મુજબ આ ક્લાસ વન અધિકારી દ્વારા તેમના તાબામાં આવતા વિભાગમાં નોકરી કરતી અનેક યુવતીઓનું શારીરિક શોષણ કરી ચુક્યા છે અને તેમના કોલ ડિટેઇલ સહિતની તપાસ કરવા માંગણી કરાઇ છે. ત્યારે બીજી તરફ આ ક્લાસ વન અધિકારી સમગ્ર પોતાના કાંડને દબાવવા માટે દોડતા થઇ ગયા છે અને રાજકીય આસરો લેવા માડ્યા છે. તો કેટલાક તેમના નજીકના રાજકીય ખાખીધારીઓ તેમને બચાવવા માટે કામે લાગ્યા છે. પરંતુ આ કાંડમાં ન્યાયીક તપાસ થાય તો મોટો પર્દાફાશ થાય એમ છે. રજૂઆત કરનાર 50થી વધુ યુવકોને આ મુદ્દે પિડિતાને સામે લાવવા પુછેલા પ્રશ્નમાં તેમણે કહ્યુ હતું કે પિડિતાઓ હાલ તેમના લગ્ન થયેલા હોવાથી સંસાર તુટી ન પડે તે માટે સામે હાલ આવવા તૈયાર નથી પરંતુ હવે પછી અન્ય યુવતિઓનું શોષણ ન થાય તે માટે આ અધિકારીને સજા કરાવવા માગીએ છીએ.
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर