Home /News /north-gujarat /હવે બહુચરાજીના કોંગ્રેસ ધારાસભ્ય નારાજ, કહ્યું - જીલ્લા સંગઠન MLAની કરે છે અવગણના

હવે બહુચરાજીના કોંગ્રેસ ધારાસભ્ય નારાજ, કહ્યું - જીલ્લા સંગઠન MLAની કરે છે અવગણના

બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર (ફાઇલ તસવીર)

જીલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા ધારાસભ્યોની અવગણના કરવામાં આવે છે. જીલ્લા સંગઠનના વિવાદના કારણે જ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસ છોડી રહ્યા છે.

    લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. બંને પક્ષ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસમાં આંતરીક વિવાદ વધતા કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ છે. મહેસાણા જીલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે નારાજ થઈ રાજીનામું આપ્યા બાદ હવે બહુચરાજીના ધારાસભ્યએ ખુલ્લેઆમ નારાજગી દર્શાવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસામા જીલ્લામાં બીજો આંતરીક વિવાદનો મામલો સામે આવ્યો છે. ઊંઝા બાદ હવે બહુચરાજીમાં આંતરીક વિવાદ છાપરે ચઢી પોકારી રહ્યો છે. બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે હાઈકમાન્ડ પર નારાજગી દર્શાવી છે.

    બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે નિવેદન આપ્યું છે કે, મહેસાણા જીલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા ધારાસભ્યોની અવગણના કરવામાં આવે છે. જીલ્લા સંગઠનના વિવાદના કારણે જ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસ છોડી રહ્યા છે.

    તેમણે વધુમાં બળાપો કાઢતા કહ્યું કે, ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો નારાજ છે. સંગઠનના વિવાદથી અને તેમની અવગણનાથી નારાજ છીએ. જીલ્લા સંગઠનમાં કોંગ્રેસે ફેરફાર કરવાની જરૂર છે.

    ભરત ઠાકોરે નારાજ થઈ કહ્યું કે, જીલ્લા સંગઠનમાં ફેરફાર નહી કરવામાં આવે તો અગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નુકશાન વેઠવું પડશે. આ મુદ્દે હાઈકમાન્ડને જાણ કરી હોવા છતા કોઈ પગલા ભરવામાં નથી આવતા જેથી ધારાસબ્યો નારાજ છે. જો સંગઠન ધારાસબ્ય સાથે તાલમેલ નહી કરે તો કેવી રીતે લોકસભા ચૂંટણી જીતી શકાય.

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો, જ્યારે ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. કહેવાય છે કે, આશાબેન પટેલ 8 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bahucharaji, Now, Upset

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन