રાજ્યના પાટીદાર અનામત આંદોલનના એપીસેન્ટર એવા મહેસાણા પર હાલ તમામ રાજકીય પક્ષોની નજર ટકી હતી, જેની કાગની ડોળે લોકો રાહ જોતા હતા તે બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે, જીહાં, એ બેઠક છે મહેસાણા. ગુજરાત વિધાનસભાના ઉત્તર ઝોનની મહેસાણાનું બેઠક પરિણામ આવી ગયું છે, જેમાં ભાજપના નેતા નીતિન પટેલની જીત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા બેઠકની 182 બેઠકોની આજે વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર નીતિન પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ વચ્ચે રસાકસી ભર્યો માહોલ ચાલી રહ્યો હતો, આખરે ભાજપના નેતા નીતિનભાઈએ બાજી મારી લીધી છે.
કુલ કેટલા મતદારો
મહેસાણા વિધાનસભા બેઠકમાં મહેસાણા તાલુકાના મોટાભાગના ગામનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ ૨,૧૬,૧૪૯ મતદારો છે. જેમાં ૧,૧૨,૬૫૮ પુરુષ મતદારો અને ૧,૦૩, ૪૯૧ મહિલા મતદારો છે.
2007-2012નું પરિણામ
મહેસાણા વિધાનસભા બેઠક પરના પરિણામની વાત કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કોંગ્રેસના ઉમેદવાર નટવરલાલ પટેલને ૧૪. ૮૧ ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી. ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કડી બેઠક એસ.સી. માટે અનામત થતાં આ બેઠક પરથી ચુંટણી લડી હતી. જયારે વર્ષે ૨૦૦૭માં ભાજપના ઉમેદવાર અનિલ પટેલે કોંગ્રેસના ઉમેદવાર નરેશ રાવલને ૧૭ હજાર મતથી હરાવ્યા હતા. આ બેઠક પર વર્ષ ૧૯૮૫ બાદની તમામ વિધાનસભા ચુંટણીમાં ભાજપના જ ઉમેદવાર વિજયી બનતાં આવ્યા છે.એટલે કે આ બેઠક ઉત્તર ગુજરાતની ભાજપની કમિટેડ બેઠક ગણવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર