નીતિન પટેલે જેલમાં પુરાવેલા પાટીદારોને મળવા માણસા પહોચ્યો હાર્દિક પટેલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 30, 2017, 1:53 PM IST
નીતિન પટેલે જેલમાં પુરાવેલા પાટીદારોને મળવા માણસા પહોચ્યો હાર્દિક પટેલ
ગાંધીનગરઃહાર્દિક પટેલ અને PAASની ટીમ આજે માણસા પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરાયેલા યુવાનોને મળશે. ડે.સીએમ નીતિન પટેલના કાર્યક્રમમાં હોબાળો કરી નિતિન પટેલને ભગાડ્યા હતા. ત્યાર બાદ 9 યુવકોની પોલીસે અટકાયત કરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 30, 2017, 1:53 PM IST
ગાંધીનગરઃહાર્દિક પટેલ અને PAASની ટીમ આજે માણસા પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરાયેલા યુવાનોને મળશે. ડે.સીએમ નીતિન પટેલના કાર્યક્રમમાં હોબાળો કરી નિતિન પટેલને ભગાડ્યા હતા. ત્યાર બાદ 9 યુવકોની પોલીસે અટકાયત કરી હતી.આજે માણસા પોલીસ યુવાનોને કોર્ટમાં રજૂ કરશે.કોર્ટમાં રજૂ કર્યા બાદ આગામી કાર્યવાહી હાથ ધરાશે.
આજે હાર્દિક પટેલે માણસામાં નિવેદન આપ્યુ હતું કે,સામાજીક પ્રસંગોને રાજકીય મંચ ન બનાવે.સામાજીક પ્રસંગોને લઈ વડીલોને  અપીલ કરી હતી. અને યુવાનો સામેની ફરિયાદ પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી.

નોધનીય છે કે, વિજાપુર નજીક વિહાર ચોકડી પાસે ગઇકાલે પાટીદાર સમાજના સમૂહલગ્નનું આયોજન કરાયું હતું જેમાં ડે.સીએમ નીતિન પટેલે સંબોધન કરે તે પહેલા જ વિરોધ કરાયો હતો. લાડોલમાં જિલ્લા ભાજપની કારોબારીમાં પાટીદારોને કોંગ્રેસની કઠપૂતળી કેમ કહ્યા હતા તેમ કહી યુવાનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

 ફાઇલ તસવીર


First published: January 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर