ઉ. ગુજરાત આનંદો, ધરોઈ ડેમમાં 12 મહિના પીવા ચાલે તેટલા આવ્યા નવા નીર

ધરોઈ ડેમની આવક વધતા દુષ્કાળનું સંકટ ટળી ગયું છે. મહેસાણા જિલ્લા સહીત હવે ઉત્તર ગુજરાતના 10 તાલુકા અને 552 ગામોમાં પીવાના પાણીની તકલીફ નહીં સર્જાય

News18 Gujarati
Updated: August 17, 2019, 10:23 PM IST
ઉ. ગુજરાત આનંદો, ધરોઈ ડેમમાં 12 મહિના પીવા ચાલે તેટલા આવ્યા નવા નીર
ધરોઈ ડેમ
News18 Gujarati
Updated: August 17, 2019, 10:23 PM IST
કેતન પટેલ, મહેસાણા: મહેસાણા જિલ્લામાં મોડે મોડે પણ મેધ રાજાએ મહેર કરી છે સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકી ગયો હતો તેવામાં મહેસાણામાં નહિવત વરસાદને પગલે સમગ્ર ઉત્તર ગુજરાત કોરું રહેવા ગયું હતું, તેવામાં સતત ચાર દિવસથી વરસી રહેલા મેઘ રાજાના પગલે અને નર્મદામાંથી પાઈપ વડે આપવામાં આવેલા પાણીથી ધરોઈ ડેમમાં નવા નીરની આવક શરુ થઈ ગઈ છે, જેને લઇને ઉત્તર ગુજરાતના 10 શહેરો અને 552 જેટલા ગામને હવે પીવાના પાણીની સમાસ્યા એક વર્ષ સુધી નહીં થાય જ્યારે એક અઠવાડિયામાં ધરોઈ ડેમની સપાટીમાં 10 ફૂટ કરતા પણ વધુની આવક નોંધાઈ છે.

મહેસાણા સહીત સમગ્ર ઉત્તર ગુજરાતને હવે એક વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ નહીં સર્જાય. ધરોઈ ડેમમાં આવ્યા છે નવા નીર. હજુ વરસાદ ઉપરવાસમાં પડે તો ધરોઈ ડેમ છલકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ધરોઈ ડેમની આવક વધતા દુષ્કાળનું સંકટ ટળી ગયું છે. મહેસાણા જિલ્લા સહીત હવે ઉત્તર ગુજરાતના 10 તાલુકા અને 552 ગામોમાં પીવાના પાણીની તકલીફ નહીં સર્જાય તેવો આશાવાદ હાલમાં ધરોઈ ડેમના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

છેલ્લા બે વર્ષથી વરસાદ નહિવત રહેતા ધરોઈ ડેમના તળિયા દેખવા લાગ્યા હતા, માત્ર 13% જેટલું પાણી રહેવા ગયું હતું તેવામાં એક અઠવાડિયામાં સાબરકાંઠા સહીતના ઉપરવાસમાં વરસાદ સારો એવો નોંધાતા આજે વરસાદી પાણી ધરોઈ ડેમમાં ઠલવાઇ રહ્યુ છે, એક અઠવાડિયામાં ધરોઈ ડેમે દુષ્કાળથી બહાર આવીને પોતાની સપાટીમાં 10 ફૂટનો વધારો કરી દીધો છે, જ્યારે હજુ પણ પાણીની આવક નોંધાઈ રહી છે.

ધરોઈ ડેમમાં હાલમાં વરસાદી પાણી આવી રહ્યુ છે, એક અંદાજ મુજબ ધરોઈ ડેમમાં ગત 30 તારીખના રોજ 583 ફૂટ પાણી હતું, જે પાણી ડેમની સપાટીને જોતા માત્ર 13 % જ પાણી હતું. એક અઠવાડિયા સુધી વરસાદી વાતવરણને પગલે હવે તે પાણીની નવી આવકમાં વધારો જોવાઈ રહ્યો છે અને 600.16 ફૂટ થવા ગયું છે. જે જથ્થો હવે 34 .93%ની આસપાસ આજે નોંધાયો છે, જથ્થો 16 ફૂટ એક અઠવાડિયામાં વધુ નોંધ્યો છે. નવા નીરની આવક 21 % વધુ થવા ગઈ છે જે આવક 10888 ક્યુસેક પાણી હાલમાં નવા નીરને જોતા નોંધાઈ રહી છે. આ પાણી હાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેરોજ અને હરણાવ નદીમાં નવા નીર આવતા નોંધાઈ રહી છે.
First published: August 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...