મહેસાણાઃ 10 દિવસના ફૂલ જેવા બાળકને માતા કીડીઓને ખાવા તરછોડી ગઈ!

News18 Gujarati
Updated: April 26, 2018, 10:05 AM IST
મહેસાણાઃ 10 દિવસના ફૂલ જેવા બાળકને માતા કીડીઓને ખાવા તરછોડી ગઈ!

  • Share this:
એક માતા આટલી નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે? તે પોતાના 10 દિવસના ફૂલ જેવા બાળકને મરવા માટે ઝાડી ઝાંખરામાં તરફોડી દે! મહેસાણાના કડી તાલુકાના ચડાસણા ગામના છનાજી ઠાકોર બુધવારે સવારે ગામના મેલડી માતાજીના મંદિર પાસે પહોંચ્યા ત્યારે તેમણે જે દ્રશ્ય જોયું તેના બદા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અહીં એક દસ દિવસના બાળકને રૂમાલમાં વીંટીને કોઈ તરછોડી ગયું હતું. આ બાળકના શરીર પર કીડીઓ ફરી રહી હતી. છનાજીએ તાત્કાલિક ગામના લોકોને આ અંગેની જાણ કરી હતી. અહીં દોડી આવેલા તમામ લોકોએ બાળકને બચાવવા માટે જહેમત ઉઠાવી અને 108 મારફતે તેને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

બાળકે રડવાનું શરૂ કરતા લોકોનું ધ્યાન ગયું

આશરે દસ દિવસના આ બાળકને કોઈ બે રૂમાલમાં વીંટાળીને ઝાડી-ઝાંખરામાં તરછોડી ગયું હતું. બાળકને નવા કપડાં પહેરાવવામાં આવ્યા છે. જોકે, બાળકના રડવાના અવાજથી ગામના લોકોને તેની જાણ થઈ ગઈ હતી અને તેનો જીવ બચી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી બાળકને તરછોડનાર તેની માતાની શોધખોળ શરૂ કરી છે.મહેસાણા સિવિલમાં ચાલી રહી છે સારવાર

મહેસાણા સિવિલમાં લવાયા બાદ અહીં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલની નર્સો એક માતાની જેમ બાળકની સારસંભાળ લઈ રહી છે. બાળકનું વજન ઓછું હોવાથી તેમજ સતત રડવાને કારણે તેની તબિયત બગડી હોવાથી તેને શરૂઆતમાં ઓક્સિજનની પેટીમાં રખાયું હતું. મળી રહેલી માહિતી માટે વધુ સારવાર માટે આ બાળકને અમદાવાદ ખસેડવામાં આવશે.
First published: April 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading