Home /News /north-gujarat /

મહેસાણા: સિવિલ હોસ્પિટલમાં યુવતીની છેડતી, આરોપી સ્વીપર ફરાર

મહેસાણા: સિવિલ હોસ્પિટલમાં યુવતીની છેડતી, આરોપી સ્વીપર ફરાર

પ્રતિકાત્મક તસવીર

    મહેસાણા: રાજ્યમાં બળાત્કાર અને છેડતીની ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં એક સ્વીપરે મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને તેની સાથે છેડતી કરી હતી. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

    ઘટનાની વિગત અનુસાર સિવિલ હોસ્પિટલના સ્વીપરે મહિલા સાથે છેડતી કરતા પોલીસ ફરિયાદ નોંધાય છે. યુવતી પોતાના સંબંધીની સારવાર માટે આ હોસ્પિટલમાં આવી હતી. જે દરમિયાન હોસ્પિટલના સ્વીપરે મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને છેડતી કરી હતી. આ ઘટના બાદ આરોપી સ્વીપર ફરાર થઈ ગયો હતો.

    સૌથી મોટી વાત એ છે કે યુવતીની મદદ કરવાના બદલે, સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ યુવતીના સંબંધીને ચાલુ સારવાર દરમિયાન ડિસ્ચાર્જ આપી દીધો હતો અને આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો.

    જો કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Civil Hospital, Girl molestation, Mahesana

    આગામી સમાચાર