Home /News /north-gujarat /

મહેસાણા: એક સમયે ગંદકીથી ખદબદતું આ તળાવ, આજે શહેરની સુંદરતામાં કરે છે વધારો, સાંજનો નજારો જોવા જેવો

મહેસાણા: એક સમયે ગંદકીથી ખદબદતું આ તળાવ, આજે શહેરની સુંદરતામાં કરે છે વધારો, સાંજનો નજારો જોવા જેવો

સામાન્ય તળાવ માંથી સુધારા-વધારા કરીને એક સુંદર તળાવ બનાવવામાં આવ્યું.

સામાન્ય તળાવ માંથી સુધારા-વધારા કરીને એક સુંદર તળાવ બનાવવામાં આવ્યું જેનું નામ સ્વામી વિવેકાનંદ લેક આપવામાં આવ્યું.

    મહેસાણા : શહેરનો સમર્પણ ચોક એટલે કે ધોબીઘાટ પર એક તળાવ છે, જે શહેર ની બિલકુલ વચ્ચોવચ છે, એ તળાવ વર્ષો થી જૂનું એક સામાન્ય તળાવ હતું, જેને પરા તળાવ કહેવામાં આવતું હતું.  હમણાં તાજેતર માં જ સરકાર દ્વારા આ પરા તળાવ માં સુધારા-વધારા કરીને એક સુંદર તળાવ તૈયાર કરવામાં આવ્યું છે જેનું નામ સ્વામી વિવેકાનંદ લેક આપવામાં આવ્યું છે.

    કહેવાતું હતું કે એ તળાવ માં પહેલા કેટલાંય લોકો પડીને મૃત્યુ પામ્યા હતા પરંતુ જ્યારથી આ લેક તૈયાર કરવામાં આવ્યો ત્યાર થી એ એક ફરવા લાયક સ્થળ બની ગયું છે. જેની અંદર જવાની ટિકીટ માત્ર ૧૦ રૂપિયા રાખવામાં આવી છે. લેક માં નાના બાળકો ને રમવા માટે children play area, joggers park અને food corner બનાવવામાં આવ્યો છે. બાળકો માટે એક toy train પણ છે જેમાં બેસીને લેક ની ફરતે નો આખો view જોઈ શકાય છે.

    સવાર ના સમયે લોકો યોગા કરવા માટે અને ચાલવા માટે આવે છે, સાંજ ના સમયે નાના બાળકો રમવા માટે અને લોકો બેસવા માટે પણ આવે છે. લેક ની આજુબાજુ માં નાના ગાર્ડન જેવું છે જ્યાં લોકો photo shoot કરે છે. લેક ની અંદર એક ઈસરો સ્પેસ શટલ ને લગતી માહિતી આપતો આખો એક view પણ તૈયાર કરવામાં આવ્યો છે.

    યોગા કરવા માટે yoga center અને એકયુપંચર ટ્રેક જેવી અનેક વસ્તુઓ પણ બનાવવામાં આવી છે. અને રાત ની લાઇટિંગ થી આખો ત્યાં નો રાત નો નજારો પણ જોવાલાયક હોય છે. જેને અત્યાર સુધી એક સામાન્ય તળાવ કહેવામાં આવતું હતું એને લોકો આજે મહેસાણા ની શાન કહે છે. આજે સ્વામી વિવેકાનંદ લેક એ એક મહેસાણા માં જોવાલાયક સ્થળ બની ગયું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Mehsana news, મહેસાણા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन