Home /News /north-gujarat /

મહેસાણાઃ કડી થોળ રોડ પર લૂંટારાઓએ રૂ.36 લાખ રોકડની લૂંટ કરી

મહેસાણાઃ કડી થોળ રોડ પર લૂંટારાઓએ રૂ.36 લાખ રોકડની લૂંટ કરી

    મહેસાણાઃ કડી થોળ રોડ પર આવેલા દશામાંના મંદિર નજીક રૂ.36 લાખ રોકડની લૂંટના સમાચાર મળ્યા છે. અક્ષિતા કોટન મિલમાંથી નીકળી પોતાની ગાડીમાં બેઠેલી જતિનભાઈ નામની વ્યક્તિ સાથે મારામારી કરી રૂપિયા લઈ ત્રણ લૂંટારોઓ ફરાર થઈ ગયા છે.

    મળતી વધુ વિગત મુજબ, મહેસાણાના કડી થોળ રોડ પર આવેલા દશામાંના મંદિર પાસે આવેલી અક્ષિતા કોટન મિલમાંથી બહાર આવી ગાડીમાં બેઠેલા જતિનભાઈ  સહિત તેમના સાથેની વ્યક્તિ પર અજાણ્યા ત્રણ લૂંટારાઓએ હુમલો કરી તેમની પાસેની રૂપિયાની બેગ છીનવી લીધી હતી. લૂંટ બાદ લૂંટારોઓ ફરાર થઈ ગયા હતા. લૂંટનો ભોગ બનનારી બે વ્યક્તિને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે. વધુ વિગત માટે વિડિયો પર ક્લિક કરોઃ
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Loot, કડી, ગુજરાત, મહેસાણા, લૂંટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन