Home /News /north-gujarat /

મહેસાણા: પાંચ યુવકોને લાકડી અને વાયરથી માર મારતો વીડિયો વાયરલ

મહેસાણા: પાંચ યુવકોને લાકડી અને વાયરથી માર મારતો વીડિયો વાયરલ

કોણ હતા આ લોકો જે ક્રૂરતાથી યુવકોને માર મારી રહ્યા છે? આ મુદ્દે વધુ માહિતી મેળવવા ન્યૂઝ18ની ટીમે પોલીસનો સંપર્ક સાધ્યો

કોણ હતા આ લોકો જે ક્રૂરતાથી યુવકોને માર મારી રહ્યા છે? આ મુદ્દે વધુ માહિતી મેળવવા ન્યૂઝ18ની ટીમે પોલીસનો સંપર્ક સાધ્યો

    મહેસાણા જીલ્લાથી એક ક્રુરતા ભર્યો વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં કેટલાક લોકો દ્વારા પાંચ જેટલા નાની ઉંમરના યુવકોને લાકડી અને વાયર વડે નિર્દયતા પૂર્વક માર મારતો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાની એનએનજીસીના ખાનગી સર્વેયરના ચોકીદારો દ્વારા આ યુવકોને માર મારવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પીડિત યુવકો વડોસણ ગામના હોવાનું સામે આવ્યું છે. જેમને લાડકી અને વાયરથી કેટલાક લોકો માર મારી રહ્યા છે, સાથે માર મારવાનો વીડિયો પણ બનાવી વાયરલ કરવામાં આવ્યો છે.

    જોકે, ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડ ન હોવાનું એએનજીસીના પીઆરઓ જણાવી રહ્યા છે. તો પછી કોણ હતા આ લોકો જે ક્રૂરતાથી યુવકોને માર મારી રહ્યા છે? આ મુદ્દે વધુ માહિતી મેળવવા ન્યૂઝ18ની ટીમે પોલીસનો સંપર્ક સાધ્યો, જેમાં પોલીસે જણાવ્યું કે, હાલ આ વીડિયો અમારી પાસે આવ્યો છે, મા મારનાર યુવકો કોણ છે તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.

    આ ઘટના મુદ્દે મહેસાણા ડીએસપી મંજીતા વણજારાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, અમારી પાસે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. તે મુદ્દે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ગત રાત્રે પાંચ રેલ્વે વર્કસ રેલવે સ્ટેશનથી પોતાના ઘરે જવા એક ઈકો ગાડી નક્કી કરી, જોકે, તેમને ભાડુ ન પોસાતા તેમણે બીજી ઈકો ગાડીનો સંપર્ક કર્યો. જેમાં ઈકો ગાડીવાળાએ મારા પેસેન્જર બીજી ગાડીમાં કેવી રીતે જાય તે મુદ્દે કઈંક માથાકૂટ સર્જાઈ જેમાં ગાડીવાળાએ આ પાંચ જેટલા પેસેન્જર યુવકોને માર્યા છે.

    ડીસીપીએ વધુમાં કહ્યું કે, આ ઘટના રાત્રીની હતા, તે સમયે અમારી પેટ્રોલિંગ ગાડીએ આ વર્ક્સોને તેમના ઘરે ઉતાર્યા હતા, તે સમયે તેમણે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ હવે તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે નિર્દયતા પૂર્વક યુવકોને મારમારનારા આરોપીઓને શોધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.

    હવે પ્રશ્ન એ થાય છે કે, કોઈ ગાડીવાળો પેસેન્જરને આ રીતે કેવી રીતે ઢોર મારી શકે? શું તેને પોતાનું આવતું ભાડુ બીજાના ભાગે જતા કોઈને પણ માર મારવાનો હક છે? પોલીસે પણ જણાવ્યું છે કે, આ આરોપીઓને ટુંક સમયમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Stick, Violating, Wire, Youth, મહેસાણા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन