Home /News /north-gujarat /મહેસાણામાં બિનવારસી બેગમાંથી મળ્યા હજાર-હજારની નોટોના બંડલ

મહેસાણામાં બિનવારસી બેગમાંથી મળ્યા હજાર-હજારની નોટોના બંડલ

મહેસાણાઃ મહેસાણામાં જુની 1000ના દરની નોટો ભરેલો થેલો બિનવારસી હાલતમાં મહેસાણામાં મળી આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલે આ 4.83લાખની રકમ ભરેલી બેગ કોની છે તે અંગે તપાસ શરૂ કરી છે. નાગલપુર પીક અપ સ્ટેન્ડ નજીક આ બેગ મળી આવી હતી.

  • Pradesh18
  • Last Updated :
મહેસાણાઃ મહેસાણામાં જુની 1000ના દરની નોટો ભરેલો થેલો બિનવારસી હાલતમાં મહેસાણામાં મળી આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલે આ 4.83લાખની રકમ ભરેલી બેગ કોની છે તે અંગે તપાસ શરૂ કરી છે. નાગલપુર પીક અપ સ્ટેન્ડ નજીક આ બેગ મળી આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ બાઇક પર પોલીસ કોન્સ્ટેબલ સુનિલ લવજી ચૌધરી શહેરના માનવ આશ્રમ વિસ્તારમાં રહેતી બહેનને મળવા ગયા હતા અને મોડી રાત્રે બોરિયાવી ગામે જવા નીકળ્યા હતા.રાત્રે 1 કલાકે તે નાગલપુર પીકઅપ સ્ટેન્ડથી અમદાવાદ તરફ જવાના સર્વિસ રોડ પર સાકાર કોમ્પલેક્ષ આગળથી પસાર થતા હતા ત્યારે અહીં પડેલુ મહેંદી રંગનું પાકીટ જોઇ ઊભા રહી ગયા હતા અને તેમાં તપાસ કરતાં અંદરથી રદ થયેલી રૂ.1000ના દરની રૂ 4.83 લાખની 483 નોટોના 5 બંડલ નીકળતાં ચોંકી ગયા હતા.

બી ડિવિજન પોલીસ મથક પહોંચી આ મામલે જાણ કરી હતી.જેને આધારે પીએસઆઇ બી.જે.જોષીએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ જાણવા જોગ નોંધી કબજે લીધેલી રકમ ક્રાઇમ શાખામાં જમા કરાવી વધુ તપાસ હાથ ધરી છે. નોધનીય છે કે અત્યાર સુધી બિનવારસી નોટોના બંડલ યુપી સહિતના રાજ્યોમાં મળતા હતા ત્યારે ગુજરાતના મહેસાણામાં પણ હવે બિનવારસી નોટો મળી આવતા આ કાળુનાણુ છે કે નહી  તેમ જ કોની રકમ હશે વગેરે તપાસ પોલીસે શરૂ કરી છે.
First published:

Tags: 500-1000 નોટ બંધ, જુની નોટ, નોટબંધી, મહેસાણા

विज्ञापन
विज्ञापन