મહેસાણા: 15 વર્ષની સગીરા અને 20 વર્ષનો યુવાન ઘરેથી ભાગ્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ

મહેસાણા: 15 વર્ષની સગીરા અને 20 વર્ષનો યુવાન ઘરેથી ભાગ્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ
પ્રતિકાત્મક તસવીર

તપાસ કરતા ત્યાંથી એક મોબાઇલ મળી આવ્યો હતો. આ સાથે તેમના આધાર કાર્ડ અને સૌરાષ્ટ્ર બાજુ જે હોટલમાં રહ્યાં હતા ત્યાંના કાર્ડ મળી આવ્યાં હતા.

 • Share this:
  મહેસાણાના બહુચરાજીના રામનગર ગામની સગીરા અને યુવક તારીખ 6ની રાતે ભાગી ગયા હતા. આ બંન્નેનો શનિવારે તારીખ 19મીએ મુળી તાલુકાના નાયકા ગામના ખેતરમાંથી ગળેફાંસા ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા છે. ખેતરના માલિકે આ અંગેની જાણ પોલીસને કરી હતી. જે બાદ પોલીસે અહીં આવીને તપાસ કરતા ત્યાંથી એક મોબાઇલ મળી આવ્યો હતો. આ સાથે તેમના આધાર કાર્ડ અને સૌરાષ્ટ્ર બાજુ જે હોટલમાં રહ્યાં હતા ત્યાંના કાર્ડ મળી આવ્યાં હતા.

  મરતા પહેલા બનાવ્યો હતો વીડિયો  આધાર કાર્ડ પ્રમાણે, બહુચરાજી તાલુકાના રામનગર રાંતેજમાં રહેતા સેંધાજી મૂળસંગજી ઠાકોરને તેમના વિસ્તારમાં રહેતી સગીરા રોશની 15 વર્ષની હતી. જ્યારે યુવક રણછોડજી ઠાકોર 20 વર્ષનો હતો. પોતાનું જીવન ટૂંકાવતા પહેલા આ પ્રેમીપંખીડાએ મોબાઇલમાં એક વીડિયો પણ ઉતાર્યો હતો. જેમાં તેઓ કહે છે કે, 'અમે પ્રેમથી હારીને અને એકબીજા સાથે ન રહી શકવાના ડરથી જાતે મોતને વહાલુ કરીએ છીએ. આમા અમારા પરિવારોને દોષિત ન ઠેરવશો.'

  ખેતરમાંથી મળી લાશ

  આ બન્ને જણા 6 ડિસેમ્બરે ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયા હતા. ત્યારથી જ બન્નેના પરિવારો તેમને શોધી રહ્યાં હતાં. પરંતુ ક્યાંય તેઓ મળ્યાં ન હતા. જે બાદ 19મી તારીખે એક ખેતરમાંથી બંન્નેની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. આ લોકોએ થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલો હોય તેવું પ્રાથમિક તારણમાં સામે આવી રહ્યું છે.

  યુવકનો મૃતદેહ ફાડી ખાધેલી હાલતમાં હતો

  યુવકનો મૃતદેહ થોડો નીચે હોવાને કારણે જનાવરોએ તેને થોડો ફાડી પણ ખાધો હતો. આ ઘટનાની જાણ પરિવારને કરતા બંન્ને પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
  Published by:Kaushal Pancholi
  First published:December 20, 2020, 14:21 pm