Home /News /north-gujarat /

મહેસાણા : શહેરમાં ફરી સિટીબસ ચાલુ થતા ખુશીનો માહોલ, કંડક્ટર તરીકે 16 મહિલાની નિમણૂક

મહેસાણા : શહેરમાં ફરી સિટીબસ ચાલુ થતા ખુશીનો માહોલ, કંડક્ટર તરીકે 16 મહિલાની નિમણૂક

મહેસાણા સીટી બસ સર્વિસ

સિટીબસ માં CCTV કેમેરા, LED, છાત્રો અને સિનિયર સિટીઝન્સ માટે સિટીબસના પાસની સુવિધા પણ છે. સિટીબસની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે.

    મહેસાણા : શહેરમાં સિટીબસ સેવા શરૂ થતાં શહેરીજનો માં ખુશી નો માહોલ જોવા મળ્યો. જોકે પહેલા પણ મહેસાણા માં સિટીબસ સેવા હતી પરંતુ ઘણાં સમય પછી ફરીથી ચાલુ થતાં શહેરીજનોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. ૫ સપ્ટેમ્બર રવિવારે નીતિનભાઈ પટેલના હસ્તે આ સિટીબસનો પ્રારંભ કરાયો હતો.

    નીતિનભાઈ પટેલ એ કહ્યું હતું કે, મહિલાઓ અને દિવ્યાંગો ને મફત મુસાફરી સાથે સેવા આપનાર આ સૌથી પહેલી નગરપાલિકા છે. ગર્વ ની વાત એ છે કે મહિલાઓને મફત મુસાફરીની સાથે સાથે સિટીબસ ના કંડકટર  તરીકે પણ સૌપ્રથમ મહિલાઓની જ પસંદગી કરવામાં આવી છે. ૮ રૂટો ની ૮ સિટીબસ મુકવામાં આવી છે અને ટોટલ ૬૦ સ્ટોપેજ રાખવામાં આવ્યા છે. તેમાં ૧૬ કંડકટર મહિલાઓ છે. દરેક સિટીબસ માં ૩૪ સીટ છે જેથી કરીને લોકો આરામ થી બેસી શકે.

    મહિલાઓ અને દિવ્યાંગો સિવાય સિટીબસનું લઘુત્તમ ભાડું ૫ રૂપિયા અને મહત્તમ ભાડું ૧૦ રૂપિયા રાખવામાં આવ્યું છે.  મહિલાઓ માટે મફત મુસાફરી રાખવાથી બહેનો હવે ઘરે નહીં રહે અને ભાઈઓની ચિંતા વધશે એમ કહી શહેરીજનોમાં થોડું હાસ્ય રેલાયું હતું. અને નારીશક્તિ માટે આ વ્યવસ્થા બદલ નગરપાલિકાને શહેરીજનો એ અભિનંદન પાઠવ્યા હતા. સવારે ૬ વાગ્યા થી લઈને રાત ના ૧૦ વાગ્યા સુધી સિટીબસ ચાલું રહેશે.

    સિટીબસ માં CCTV કેમેરા, LED, છાત્રો અને સિનિયર સિટીઝન્સ માટે સિટીબસના પાસની સુવિધા પણ છે. સિટીબસની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. જેનું નામ MCBS - મહેસાણા મ્યુનિસિપલ સિટીબસ સર્વિસ છે. જેને શરૂ થતાં લગભગ અઠવાડિયા જેટલો સમય થશે. એપ્લિકેશન શરૂ થતાં ની સાથે જ મોબાઈલ એપ્લિકેશન થી રૂટ અને બસ નો ટાઈમ જાણી શકાશે.
    First published:

    Tags: Mehsana news, મહેસાણા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन