Home /News /north-gujarat /

અચાનક રસ્તાની બાજુનું ઝાડ ચાલુ બાઇક પર પડ્યું, પિતા-પુત્રનાં મોત, CCTV આવ્યાં સામે

અચાનક રસ્તાની બાજુનું ઝાડ ચાલુ બાઇક પર પડ્યું, પિતા-પુત્રનાં મોત, CCTV આવ્યાં સામે

અચાનક રોડની એકબાજુનું ઝાડ ચાલુ બાઇક પર પડ્યું.

અચાનક રોડની એકબાજુનું ઝાડ ચાલુ બાઇક પર પડ્યું.

    બીજી મિનિટે આપણા જીવનમાં શું થવાનું છે તે તો કોઇ નથી જાણતું. આમ તો માણસ વર્ષો સુધીનું આયોજન કરી નાંખે છે પરંતુ બીજી ક્ષણ પણ તેના હાથમાં નથી. બહુચરાજી હાઇવે પણ એક અકસ્માત થયો છે, જે તમને વિચારતા કરી મૂકે છે. શનિવારે પિતા પુત્ર સાથે બાઇક પર બહુચરાજી મોઢેરા હાઇવે પર પોયડા ગામની સીમમાં હોટલ આશીર્વાદ સામેથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે જ અચાનક રોડની એકબાજુનું ઝાડ ચાલુ બાઇક પર પડ્યું. જેના કારણે પિતા પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે.

    સીસીટીવીમાં ઘટના થઇ કેદ

    મૃતક પિતા અને પુત્ર દેત્રોજ તાલુકાના રતનપુરા ગામના અને બનાસકાંઠાના વડા ગામે સામાજિક કામે જઇ રહ્યા હતા. આ અકસ્માતની દૂર્ઘટનાના CCTV ફૂટજ પણ સામે આવ્યા છે. જેમાં વૃક્ષ ધરાશાયી થાય છે અને નીચેથી પસાર થતી બાઇક પર પડે છે.

    ઝાડ અચાનક બાઇક પર પડ્યું

    દેત્રોજ તાલુકાના રતનપુરા ગામના 35 વર્ષના ભૂપતસિંહ નારસંગજી સોલંકી અને તેમના 65 વર્ષનાં પિતા નારસંગજી રાણાજી સોલંકી શનિવારે બપોરે બાઇક (જીજે 38 એસી 5989) લઇને કાંકરેજ તાલુકાના વડા ગામે સામાજિક કામે નીકળ્યા હતા. તેઓ બહુચરાજીથી મોઢેરા રોઢ પર પોયડા ગામની સીમમાં હોટેલ આશીર્વાદ સામેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે રોડની બાજુમાં ઊભેલું ઝાડ અચાનક તૂટીને બાઇક પર પડ્યું હતું. જેનાથી પિતા-પુત્રને ગંભીર ઇજાઓ થઇ હતી. જે બાદ બંન્નેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.



    આ ઘટનાની જાણ થતાં મોઢેરા પોલીસ અને 108ની ટીમ ત્યાં આવીને આગળની કાર્યવાહી કરી હતી. આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા આસપાસથી પણ લોકો ભેગા થઇ ગયા હતા. બંન્ને લોકોનાં અચાનક અને સાથે મૃત્યુંથી આખા ગામ અને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. આ ઘટનાના સીસીટીવી ફૂચેડ જોઇને કોઇપણ ધબકારો ચૂકી જાય તેવા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, ગુજરાત, મહેસાણા, સીસીટીવી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन