મહેસાણાઃબેફામ બુટલેગરના સાગરિતોનો ખુલ્લી તલવારથી આતંક,પોલીસની કામગીરી શંકાસ્પદ

News18 Gujarati | Pradesh18
Updated: December 28, 2016, 4:01 PM IST
મહેસાણાઃબેફામ બુટલેગરના સાગરિતોનો ખુલ્લી તલવારથી આતંક,પોલીસની કામગીરી શંકાસ્પદ
મહેસાણા : મહેસાણામાં માલગોડાઉન રોડ પર આવેલી ચંદ્ર કોલોનીમાં ગત મોડી રાત્રે ભારે તકરારની ઘટના બની છે. જેમાં પાંચ લોકો ઘાયલ બન્યાં છે. પાનના ગલ્લા પર સામાન્ય બાબતે વિવાદ સર્જાયો હતો. ત્યાં જોતજોતામાં અચાનક ખુલ્લી તલવારો સાથે 50 જેટલા લોકોનું ટોળું મહેસાણાની ચંદ્ર કોલોનીમાં આવી ચડતા હથિયારો અને પથ્થરમારાથી હુમલો કરતા સ્થાનિક લોકો ભયભીત બન્યાં હતા.

  • Pradesh18
  • Last Updated: December 28, 2016, 4:01 PM IST
  • Share this:

મહેસાણા : મહેસાણામાં માલગોડાઉન રોડ પર આવેલી ચંદ્ર કોલોનીમાં ગત મોડી રાત્રે ભારે તકરારની ઘટના બની છે. જેમાં પાંચ લોકો ઘાયલ બન્યાં છે. પાનના ગલ્લા પર સામાન્ય બાબતે વિવાદ સર્જાયો હતો. ત્યાં જોતજોતામાં અચાનક ખુલ્લી તલવારો સાથે 50 જેટલા લોકોનું ટોળું મહેસાણાની ચંદ્ર કોલોનીમાં આવી ચડતા હથિયારો અને પથ્થરમારાથી હુમલો કરતા સ્થાનિક લોકો ભયભીત બન્યાં હતા.

તો સામસામે હુમલામાં પાંચ જેટલા લોકો ઇજા પામ્યા છે. ઘટનાની જાણ થતા દોડી આવેલી મહેસાણા બી ડિવિઝન પોલીસે મામલો થાળે પાડી ફરિયાદી અને ઇજાગ્રસ્તોનાં નિવેદનને આધારે તપાસની તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હુમલો કરનાર બુટલેગરના સાગરિતો હતા. ત્યારે મહેસાણામાં પોલીસની મીઠી નજર નીચે બુટલેગરો બેફામ બન્યા છે. અને નાગરિકોને ભયના ઓથા નીચે જીવવાનો વારો આવ્યો છે. પોલીસ સ્ટેશનથી ચંન્દ્ર કોલોની માત્ર 2થી 3 કિલો મીટરના અંતરે હોવા છતાં પણ પોલીસ અડધા કલાક બાદ પહોચી હતી.First published: December 28, 2016, 3:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading