Home /News /north-gujarat /

મહેસાણા, બનાસકાંઠા અને અમરેલીમાં સદભાવના યાત્રા નીકળી

મહેસાણા, બનાસકાંઠા અને અમરેલીમાં સદભાવના યાત્રા નીકળી

પાટીદાર, સદભાવના યાત્રા

પાટીદાર અનામત આંદોલનને લઈ હાર્દિક પટેલના ઉપવાસ અંગે સરકારે ભલે કોઈ પ્રતિક્રિયા ન આપી હોય પરંતુ પાટીદાર સમાજ પોતાની માંગ પર અડગ છે

    પાસ નેતા હાર્દિક પટેલ દ્વારા અનામત અને ખેડૂત મુદ્દે ઉપવાસ આંદોલન કર્યા બાદ પાટીદાર સદભાવના યાત્રા ઠેર ઠેર યોજવામાં આવી રહી છે. આજે હાર્દિકના સમર્થનમાં પાટીદાર સદભાવના યાત્રા મહેસાણા, અમરેલી અને બનાસકાંઠા જીલ્લામાં નીકળી હતી.

    મહેસાણા જીલ્લાની પાટીદાર સદભાવના યાત્રાની વાત કરીએ તો, સુંદરપુરકથી વિજાપુર સુધીની આ યાત્રા ગોઠવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. આ યાત્રામાં પાસ કન્વિનર દિનેશ બંભાણીયા અને એસપીજી લાલજી પટેલ પણ જોડાયા હતા. લાડોલમાં લગભગ 5000 પાટીદારોના જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.

    મહત્વની વાત એ છે કે, લાડોલથી જમણવાર પત્યા બાદ યાત્રા ભાવસોર ગામે લઈ જવાની હતી, ત્યારબાદ મણિપુર થઈ ટીબી રોડથી મામલતદાર કચેરી થઈ બુદ્ધિસાગર ઉમિયામાતાના મંદિરે યાત્રાની પૂર્ણાહુતી કરવાની હતી. પરંતુ સદભાવ યાત્રા વિજાપુર પહોંચતા અચાનક યાત્રાનો રૂટ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ યુવાનો હઠે ચડતા ફરી નિર્ણય બદલી યાત્રા મણિપુર ગામે લઈ જવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત કાપી આગેવાનોની વાત ન માની યુવાનો યાત્રા લઈ મણિપુર ગામ પહોંચ્યા હતા. બાદ યાત્રા વિજાપુર આવી હતી.

    આ બાજુ ગોકુલપરાથી સુડાવડ ખાતે પણ પાટીદાર દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. હાર્દિક પટેલની માંગના સમર્થનમાં આ યાત્રા ગોઠવવામાં આવી હતી. વિજાપુર પાસ સમિતી દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ સમર્થન આપ્યું હતું.

    જો બનાસકાંઠાની વાત કરીએ તો, પાટીદાર અનામત આંદોલનને લઈ હાર્દિક પટેલના ઉપવાસ અંગે સરકારે ભલે કોઈ પ્રતિક્રિયા ન આપી હોય પરંતુ પાટીદાર સમાજ પોતાની માંગ પર અડગ છે અને સર્વ સમાજને સાથે રાખી સદ્દભાવના જળવાય તે હેતુથી બનાસકાંઠાના મડાણા ગામથી ગઢ સુધી સદભાવના યાત્રાનું આયોજન કરાયું હતું.

    રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન દિન પ્રતિદિન પ્રબળ બની રહ્યું છે. હાર્દિક પટેલે ભલે ઉપવાસ આંદોલન સમેટી લીધા હોય અને સરકાર અનામતની માંગ પ્રત્યે ભલે કોઈ પ્રતિક્રિયા ન આપતી હોય પરંતુ પાટીદારોનો જુસ્સો હજુ એવો ને એવો છે. પોતાની માંગને લઈ પાટીદાર સમાજ મક્કમ છે. ત્યારે બનાસકાંઠાના મડાણા ગામથી માં ઉમા ખોડલના રથ સાથે મોટી સંખ્યામાં પાટીદાર ભાઈ બહેનોએ સદ્દભાવના પદ યાત્રા યોજી ઉત્તર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના એ.પી.સેન્ટર ગણાતા ગઢ ગામમાં પહોંચ્યા હતા.

    ગઢ ગામમાં અનામત આંદોલન વખતે બે યુવકો શહીદ થયા હતા. ત્યાંથી ફરીથી જાહેરસભા યોજી પાટીદાર સમાજે પોતાની અનામતની માંગ સાથે ખેડૂતોના દેવામાફી અને આંદોલનકારી અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની માંગને પ્રબળ બનાવી છે. અનામત આંદોલન માત્ર પાટીદાર સમાજનું નહિ પરંતુ તમામ બીનામત વર્ગ સાથે જોડાય અને સદ્દભાવના કેળવાય તે હેતુથી યોજાયેલો પગપાળા સદ્દભાવના યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

    અનામતની માંગ, ખેડૂતોના દેવા માફી અને અલ્પેશ કથીરિયાની મુક્તિ માટે સરકારને સદભાવનાના માર્ગે વળવા આગામી દિવસોમાં હજુ પણ અનેક ગામોમાંથી પાટીદાર સહિત તમામ બિનઅનામત વર્ગના લોકો સદ્દભાવના યાત્રા કાઢી પોતીના માંગ પ્રબળ બનાવશે.

    તો અમરેલીમાં જીલ્લામાં પણ પાટીદાર સમાજદ્વારા સદભાવના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બગસરાથી સુડાવડના ખોડીયાર મંદિર સુધી પદયાત્રા યોજવામાં આવી હતી. લગભગ 13 કિમી લાંબી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. પદયાત્રા છેલ્લે સુડાવડ ગામે ખોડીયાર મંદિરે પહોંચી અને ત્યાં લાપ્સીનો પ્રસાદ કરી પદયાત્રાની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Banaskantha, Organized, Patidar sadbhavna yatra, Sadbhavna yatra, અમરેલી, પાટીદાર, મહેસાણા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन