વડોદરાના વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માગણી કરાઇ, 7 સામે ફરિયાદ

News18 Gujarati
Updated: March 26, 2019, 12:49 PM IST
વડોદરાના વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માગણી કરાઇ, 7 સામે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

વડોદરાના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે, તેમને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની માગણી કરાઇ હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રાજ્યમાં એક પછી એક હનીટ્રેપના કિસ્સા સામે આવી રહ્યાં છે. સુરતમાં હીરાના વેપારીની ફરિયાદ બાદ હવે મહેસાણામાં પણ હનીટ્રેપનો એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના એક વ્યક્તિએ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી છે. વડોદરાના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે, તેમને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની માગણી કરાઇ હતી. ઉપરાંત તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી અપાઇ હતી. આ મામલે પોલીસે બે મહિલા સહિત 7 સામે ગુનો નોંધ્યો છે.

વડોદરાના 42 વર્ષીય વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમને ઘરે લઇ જઇને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા. દ્રષ્ટિ દવે અને એક અજાણી મહિલા તેમને ફોસલાવીને પોતાના ઘરે લઇ ગઇ હતી. જ્યાં આ બન્ને મહિલાઓએ પોતાના મળતીયાઓ સાથે મળીને 10 લાખ રૂપિયાની માગણી કરી હતી.

આટલું જ નહીં, વડાદોરાના આ વ્યક્તિ પાસેથી 10 લાખ રૂપિયાની પણ માગણી કરવામાં આવી હતી. ઉપરાંત સીઆઇડી ક્રાઇમના અધિકારી તરીકેની ઓળખ આપી ફરિયાદીને ધમકાવવામાં પણ આવ્યા હતા. તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઇ હતી. જે બદલ તેમની પાસેથી 10 લાખ રૂપિયાની માગણી કરાઇ હતી.

આ પણ વાંચો: મહેસાણા: પાંચ યુવકોને લાકડી અને વાયરથી માર મારતો વીડિયો વાયરલ

આ સમગ્ર મામલો હનીટ્રેપનો હોવાનો જણાતાં ભોગ બનનાર વ્યક્તિએ પોલીસની મદદ લીધી છે. તેમણે દ્રષ્ટિ દવે અને એક અન્ય મહિલા સહિત 7 સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
First published: March 26, 2019, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading