Home /News /north-gujarat /મહેસાણાની મૂકબધિર શાળા માંથી દસ જ દિવસમાં બે બાળકો થયા ગૂમ
મહેસાણાની મૂકબધિર શાળા માંથી દસ જ દિવસમાં બે બાળકો થયા ગૂમ
મહેસાણાના પિલાજી ગંજ વિસ્તારમાં આવેલી બહેરા-મુંગા વિદ્યાલયમાંથી દસેક દિવસ પહેલા નાસી ગયેલા એક કિશોરની હજુ કોઈ ભાળ નથી મળી, ત્યારે વહેલી સવારે વધુ એક મુકબધિર છાત્ર સંચાલકોની નજર ચૂકવી ક્યાંક ચાલ્યો ગયો છે.
મહેસાણાના પિલાજી ગંજ વિસ્તારમાં આવેલી બહેરા-મુંગા વિદ્યાલયમાંથી દસેક દિવસ પહેલા નાસી ગયેલા એક કિશોરની હજુ કોઈ ભાળ નથી મળી, ત્યારે વહેલી સવારે વધુ એક મુકબધિર છાત્ર સંચાલકોની નજર ચૂકવી ક્યાંક ચાલ્યો ગયો છે.
મહેસાણા# મહેસાણાના પિલાજી ગંજ વિસ્તારમાં આવેલી બહેરા-મુંગા વિદ્યાલયમાંથી દસેક દિવસ પહેલા નાસી ગયેલા એક કિશોરની હજુ કોઈ ભાળ નથી મળી, ત્યારે વહેલી સવારે વધુ એક મુકબધિર છાત્ર સંચાલકોની નજર ચૂકવી ક્યાંક ચાલ્યો ગયો છે. એક વર્ષ પહેલા ભુજના ચિલ્ડ્રન હોમમાંથી આવેલા 11 વર્ષિય અનાથ હેમાંગની ક્યાંય ભાળ ન મળતા સંચાલકોએ બાબતે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાના પિલાજી ગંજ વિસ્તારમાં ભાજપ કાર્યાલયની સામે કેશરબેન કિલાચંદ બહેરામુંગા વિદ્યાલય કાર્યરત છે. ભૂજના ચિલ્ડ્રન હોમમાંથી હેમાંગ નામના અનાથ મુકબધિર કિશોરને 28મી જાન્યુઆરી 2015ના દિવસથી મહેસાણા ખાતે લવાયો હતો. આ 11 વર્ષિય હેમાંગ બહેરા મૂંગા શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. પરંતુ, શનિવારે સવારની શાળા બાદ, સવારે ઊઠીને બાળકો બ્રશ કરતા હતા તેવામાં 6-30 વાગ્યા આસપાસ હેમાંગ કોઈકારણોસર કોઈને કહ્યાં વગર સૌની નજર ચૂકવી ક્યાંક ચાલ્યો ગયો હતો.
સાતેક વાગ્યે અન્ય છાત્રો યુનિફોર્મ પહેરતા હતા ત્યારે હેમાંગ હાજર નહિ હોવાનું ધ્યાને આવતા સંચાલકોએ તેની શોધખોળ હાથ ધરી હતી. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ઉપરાંત આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતા સંચાલક ડી.એ.રાઠોડ ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા અને બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હેમાંગના અપહરણનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માત્ર દસ દિવસમાં એક ચિલ્ડ્રન હોમમાંથી બે વિદ્યાર્થીઓ ભાગી જવાની ઘટનાને મહેસાણા એસ.પી ચૈતન્ય માંડલિકે ગંભીર નોંધ લીધી છે. આ મામલે એસપી ચૈતન્ય માંડલિકે મહેસાણા ડીવાયએસપી રાજેશ ગઢિયાને સુપરવીઝનની કામગીરી સોંપી બાળકો ગૂમ થવા પાછળના જવાબદાર કારણો શોધવાનો આદેશ કર્યો છે.
તો બીજી તરફ આ બન્ને છાત્રો ગૂમ થયા બાદ, હાથ ધરાયેલી તપાસમાં આ શાળામાં વોચમેનની વ્યવસ્થા નહીં હોવાની અને ફક્ત એક પ્યુન સહિત છ કર્મચારીનો સ્ટાફ 80 બાળકોનું સંચાલન કરતા હોવાની હકીકત સામે આવી છે.જો કે,આ બન્ને છાત્રો એક સમાન રીતે ગૂમ થયા છે. દસ જ દિવસમાં બે બાળકો ગૂમ થવાની ઘટનાને સંસ્થાના સંચાલકો અને પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે.
મહેસાણાની મૂકબધિર શાળામાંથી એકપછી એક બે બાળકો ગૂમ થવાની ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી છે. તો બીજી તરફ સંચાલકો માટે પણ બાળકો ગૂમ થવાની ઘટના લાલબત્તી સમાન સાબિત થઇ રહી છે. જો કે, સરકારી શાળામાં બાળકોને સાચવવા કે, તેમની સુરક્ષા માટે કોઇ જ ઇન્તજામ નહી હોવાને કારણે પણ આ ઘટનાઓ ઘટતી હોવાનું પ્રાથમિક તારણ છે.