વાત વડનગરની છે, સાહેબ!: MCIની ટીમ આવતા સુરક્ષાગાર્ડને દર્દી બનાવી દેવાયા

News18 Gujarati
Updated: November 27, 2018, 3:30 PM IST
વાત વડનગરની છે, સાહેબ!: MCIની ટીમ આવતા સુરક્ષાગાર્ડને દર્દી બનાવી દેવાયા
વડનગર રેલવે સ્ટેશન (ફાઇલ તસવીર)

હોસ્પિટલમાં રૂટીન દર્દીઓની સાથે દર્દીઓનું સંખ્યાબળ બતાવવા માટે કેટલાક સુરક્ષા ગાર્ડ્સને પણ સુવડાવી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 'સમરથ કો ન દોષ ગોસાંઈજી'. આ ઉક્તિ ભાજપના નેતાઓ અને ખાસ કરીને પ્રધાનમંત્રીની સાથે જોડાતી કોઈપણ બાબત હોય ત્યારે સાચી ઠરે જ એમાં નવાઈ પામવા જેવું શું છે ? આ વાંચશે એટલે લોકો કહેશે કે આ મીડિયાવાળાઓને તો પાણીમાંથી પોરા કાઢવાની આદત પડી ગઈ છે ! હા, કોઈકે તો આ કામ કરવું જ પડશે'ને કારણ કે વિરોધ પક્ષ જેવું તો છે જ નહિ, માધ્યમ તરીકે ઝાઝી જેટલી સમજાય તેટલી ફરજ આદત તો કરવી જ પડે, ભલેને પ્રજા ગાળો ભાંડે!

વાત જાણે એમ બની કે, ગઈકાલે એટલેક કે 26 નવેમ્બરે વડાપ્રધાનનના નગર - વડનગર સિવિલ હોસ્પિટલમાં એમસીઆઈ(મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)ની ટીમે મુલાકાત લીધી હતી. આ ટીમે દરેક વોર્ડની તપાસ કરીને હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

બીજી બાજુ હોસ્પિટલમાં રૂટીન દર્દીઓની સાથે દર્દીઓનું સંખ્યાબળ બતાવવા માટે કેટલાક સુરક્ષા ગાર્ડ્સને પણ સુવડાવી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. કેટલાક લોકો કહે છે કે, આ સુરક્ષા જવાનોને ઉધરસ અને તાવ આવ્યો હોવાની ફરિયાદ હતી. સાચું શું છે ? એ તો ભગવાન જાણે પરંતુ એટલું તો નજરે જોતા લાગ્યું કે હોસ્પિટલમાં દર્દીઓ બતાવવા માટે આ સુરક્ષા જવાનોને ઊભા કરવામાં આવ્યા હોય સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો !

સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ટીમ વાર્ષિક ઈન્સપેક્શન માટે આવતા જ "બધું સારું દેખાડવા" હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. આજે સામાન્ય દિવસોમાં ન દેખાતા હોય તેના કરતાંય વધારે ડૉકટર્સની ફોજ ઉતરી પડી હતી. મજેદાર વાત તો એ છે કે હોસ્પિટલમાં ક્યારેય ન ખુલતો સીટી સ્કેન વિભાગ પણ આ સ્થળતપાસને લીધે ખુલી ગયો હતો

આ ઈન્સપેક્શનની વિગતો જાણવા પૂછપરછ કરતાં કોઈપણ તબીબ કે હોસ્પિટલનો સ્ટાફ બોલવા તૈયાર ન હતો. આ દરમિયાન હોસ્પિટલમાં અપૂરતી સુવિધા મુદ્દે રજૂઆત કરવા આવેલા કેટલાક લોકોને પણ સિક્યુરિટી અધિકારીએ પોલ ન ખુલે એટલે મળવા દીધા ન હતા.
First published: November 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading