Home /News /north-gujarat /

મહેસાણા: થાઈલેન્ડ ગયેલો યુવક ફસાયો યુવતીની જાળમાં, માતાએ સુષમા સ્વરાજ પાસે માંગી મદદ

મહેસાણા: થાઈલેન્ડ ગયેલો યુવક ફસાયો યુવતીની જાળમાં, માતાએ સુષમા સ્વરાજ પાસે માંગી મદદ

    મહેસાણા: થાઇલેન્ડના પતાયાની યુવતી સાથેની મિત્રતા મહેસાણાના યુવકને ભારે પડી છે. બે મહિના પહેલા પિતરાઈ ભાઈ અને મિત્રો સાથે આ યુવક ફરવા ગયો હતો. આ દરમિયાન પતાયાની એક યુવતી સાથે તેને સંબંધો બંધાયા હતા. આ યુવતી પાછળ પાગલ યુવક પાછો પતાયા દોડી ગયો હતો અને આ પાગલપન તેને ભારે પડી ગયું છે કેમ કે યુવતીએ તેને કેદ કરીને રાખ્યો છે. જેથી યુવકની વિધવા માતાએ પોલીસ અને ભારત સરકાર પાસે મદદ માગી છે. નોંધનીય છે કે, યુવકના વિઝા પૂરા થઇ ગયાની સાથે તેની પાસે નાણાં ના હોવાનો લાભ લઇ યુવતી અવાર નવાર યુવકની તેના પરિવાર સાથે વાત કરાવી લગ્ન મુદ્દે દબાવતી હોવાનું બહાર આવ્યું છે.

    ઘટનાની વિગત અનુસાર મહેસાણાનો યુવક ઉત્તરાયણમાં પિતરાઇ ભાઇ અને મિત્રો સાથે બેંકકોંક-પતાયા ફરવા ગયો હતો. અહીં તે એક યુવતીના પરિચયમાં આવ્યો અને તેની સાથે તેના સંબંધો બંધાયા હતા. તેણે પોતાનો મોબાઈલ ફોન નંબર યુવતીને આપ્યા હતા. તે ભારત આવ્યા બાદ પણ બંનેનો સંપર્ક યથાવત રહ્યો હતો. ત્યારે બે મહિના પહેલા આ યુવક પોતે બનાવેલા પેઇન્ટીંગ મુંબઇ વેચાણ માટે જઇ રહ્યો હોવાનું કહીને નિકળ્યો હતો. લાંબા સમય સુધી યુવક પરત નહીં ફરતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેણે પતાયાની યુવતીના મોબાઇલ પરથી ફોન કરી પોતે પતાયા હોવાની અને વિઝા પૂર્ણ થઇ ગયા હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે અવાર નવાર યુવક સાથે ફોન પર વાત કરનાર યુવતી તેની સાથે લગ્ન કરવાના મુદ્દે તેના પરિવારને અપશબ્દો બોલતી હતી. જો કે યુવકના પરિવારનો દાવો છે કે આ યુવતી સેક્સ વર્કર છે અને પૈસા પડાવવા આ ધંધો કરે છે.

    પટાયામાં યુવતીના ચક્કરમાં ફસાયેલા પુત્રને પરત ભારત લાવવા તેની માતાએ મહેસાણા જિલ્લા પોલીસવડાથી લઇને ભારત સરકાર પાસે મદદ માગી રહી છે. આ કેસમાં દોડધામ કરી રહેલા યુવકના ફુઆ અને મહેસાણાના અગ્રણીએ કહ્યું કે, પતાયામાં યુવતી દેહવિક્રય કરે છે અને તેનો અમારા છોકરાને ફસાવીને નાણાં પડાવવાનો પ્લાન છે. તે કુંવારા છોકરાઓને પ્રેમ અને લગ્નના નામે છેતરવાનો ધંધો કરે છે. યુવક તેની માતાનો એકમાત્ર આધાર છે અને તેના વિઝા પૂર્ણ થતાં યુવતીની ચુંગાલમાં ફસાઇ ગયો છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Mahesana, Maheshana

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन