મહેશ અને નરેશ કનોડીયાનો ગરીબ પરિવારમાં જન્મ, રેલવેમાં સંગીત પીરસી ગુજરાન કરતા, જાણો કેવી રીતે બદલાયો સીતારો?

મહેશ અને નરેશ કનોડીયાનો ગરીબ પરિવારમાં જન્મ, રેલવેમાં સંગીત પીરસી ગુજરાન કરતા, જાણો કેવી રીતે બદલાયો સીતારો?
પ્રતિકાત્મક તસવીર

નરેશ કનોડિયા ને અન્ય 3 ભાઈ હતા જેમાં બે ભાઈનુ અવસાન થતાં પરિવારની જવાબદારી નરેશ અને મહેશના ઉપર આવી ગઈ.

  • Share this:
    કેતન પટેલ, મહેસાણા : ગુજરાતના ખ્યાતનામ કલાકાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના નિધનથી કનોડા ગામ શોક મગ્ન બન્યું. ગામની પ્રાથમિક જરૂરિયાતને પ્રાધાન્ય આપી આ જુગલ જોડીએ ગામલોકોના દિલ જીતી લીધા હતા. હવે અકાળે આ બન્ને ભાઈના અવસાનથી કનોડા ગ્રામજનો ભારે વ્યથા અનુભવી રહ્યા છે.

    બહુચરાજી તાલુકાના નાનકડા કનોડા ગામમાં એક ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં જન્મ થયો હતો. નરેશ કનોડિયા ને અન્ય 3 ભાઈ હતા જેમાં બે ભાઈ નું અવસાન થતાં પરિવારની જવાબદારી નરેશ અને મહેશના ઉપર આવી ગઈ. નાનપણમાં રેલવેમાં પોતાના સંગીતના હુન્નરને પીરસી ગુજરાન ચલાવવામાં પોતાના પિતાની મદદ કરવા લાગ્યા હતા. નરેશ અને મહેશ ની જુગલ જોડી ને ગ્રામજનો રામ લક્ષ્મણ ની જોડી તરીકે ઓળખાતા હતા. બન્ને ભાઈ એક બીજા ને પૂછ્યા વગર પાણી પણ નહોતા પિતા.



    બાળપણમાં જ બન્ને ભાઈઓ પિતા સાથે અમદાવાદ ગયા ત્યાં બન્ને ભાઈઓ જાહેર સ્થળો, રેલવેમાં ગીત સંગીત પીરસી તેમાં થતી આવકથી પોતાનો જીવન નિર્વાહ ચલાવવા લાગ્યા. ગાવાનો અને સંગીતનો શોખ તેમને બોમ્બે ખેંચી લઈ ગયું. જ્યાં આ ભાઈઓની કળાથી કલ્યાણજી આનંદજી ફિદા થઈ ગયા. આમ તેમના જીવનનો આ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો અને ગુજરાત સહિત હિન્દી ગીતોમાં પણ તેમના સુર અને સંગીતે લોકોના દિલ જીતી લીધા. ત્યાર બાદ આ બંને ભાઈઓને સંસદ અને ધારાસભ્યની ટીકીટ મળ્યા બાદ જીતીને લોકો સાથે તેમના ગામમાં અદ્યતન દવાખાનું અને અનેક જરૂરિયાત પૂરી પાડી ઉપયોગી થયા.

    મહેસાણા: 700 પાટીદાર સમાજ 1 રૂપિયામાં કરાવશે લગ્ન, પરિવારનો આર્થિક ખર્ચ બચાવવા માટે પ્રયાસ

    મહેસાણા: 700 પાટીદાર સમાજ 1 રૂપિયામાં કરાવશે લગ્ન, પરિવારનો આર્થિક ખર્ચ બચાવવા માટે પ્રયાસ

    એક ગરીબ પરિવારમાંથી આવતા આ બન્ને ભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા એ જાણી તેમના ગામ ના લોકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. કનોડા ગામમાં પોતાના મકાનમાં વાર તહેવારે હાજરી આપી સતત ગ્રામજનોની નજીક એને દિલમાં રહેવાનો સતત પ્રયત્ન કરતા હતા. તેઓ અનેક વાર કહેતા કે, અમે બન્ને ભાઈઓ સાથે જીવશું અને સાથે મરીશું. આમ એક બીજામાં જીવ જાણે પરોવાયેલો હોય તેમ પહેલા મોટા ભાઈ મહેશ કનોડિયા જીવી ના શક્યા અને તેમનું નિધન થયું ત્યારે નાના ભાઈ નરેશ કનોડિયા માટે પણ મોટાભાઈનું અવસાન સહનના થયું હોય તેમ તે પણ 48 કલાકમાં જ દેહનો ત્યાગ કરી દીધો. આમ આ બન્ને ભાઈ વચ્ચેનો પ્રેમ એક મિશાલ બની રહેશે અને તેમની ખોટ ક્યારેય પુરાશે નહિ.
    Published by:kiran mehta
    First published:October 27, 2020, 22:16 pm

    ટૉપ ન્યૂઝ